આગામી સપ્તાહથી ચોમાસાની વિદાયનો પ્રારંભ

19 September 2020 05:40 PM
India
  • આગામી સપ્તાહથી ચોમાસાની વિદાયનો પ્રારંભ

બાય-બાય મેઘરાજા: આ વર્ષ ભરપૂર રહ્યા: હવામાન વિભાગ : તાપમાન ઉંચકાશે: પશ્ર્ચિમ રાજસ્થાનથી ચોમાસુ પાછુ ખેચાવાની પ્રક્રિયા શરૂ થશે: ગુજરાત સહિતના રિજિયનમાં 14% વધુ વરસાદ નોંધાયો

નવી દિલ્હી: દેશમાં આ વર્ષે ભરપુર રહેલુ નૈઋત્યનું ચોમાસુ હવે આગામી સપ્તાહથી પરત ખેચાવાનું શરૂ થશે અને તેનો પ્રારંભ ચોમાસાની સ્ટાઈલ મુજબ પશ્ર્ચીમ રાજસ્થાનથી તે પહેલા વિદાય લેશે. ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યુ છે કે આગામી બે દિવસમાં ચોમાસુ પાછુ ખેચાવાની પ્રક્રિયા માટેનું વાતાવરણ બનવા લાગશે અને તાપમાન ધીમે ધીમે વધવા લાગશે જેનો પ્રારંભ ઉતર ભારતના પહાડી ક્ષેત્રથી શરૂ થશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ એવી હવામાન સીસ્ટમ, પેટર્ન બની છે જે હવે ચોમાસાની પૂછડી દેખાડે છે અને તા.20 સપ્ટેમ્બર પછી ચોમાસુ પાછુ ખેચાશે અને પશ્ર્ચિમ રાજસ્થાનમાં હવે વરસાદની શકયતા નથી.
હવામાન ખાતાએ આ વર્ષથી ચોમાસુ પાછુ ખેચાવાના પેટર્નની નવી તારીખ આવી છે. સામાન્ય રીતે તા.17થી ચોમાસુ પાછુ ખેચાવાનો પ્રારંભ થાય છે જે હવે તા.20થી થશે. જો કે હજુ દક્ષિણ ભારત ઉપરાંત તેની સાથે જોડાયેલા કેટલાક ક્ષેત્રોમાં આગામી બે દિવસમાં ભારે વરસાદની શકયતા દર્શાવાય છે અને તેમાં કેરાળા, ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ક્ષેત્રોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં આ વર્ષ ઉતરીય ભાગમાં સામાન્ય કરતા 7% વધુ વરસાદ નોંધાયો છે તો ગુજરાત સહિતના રાજયોમાં 14% વધુ વરસાદ થયો છે.


Related News

Loading...
Advertisement