કૌટુંબિક ભાણેજે 40 હજારમાં સોપારી આપી મામાની હત્યા કરાવી

19 September 2020 05:37 PM
Rajkot Saurashtra
  • કૌટુંબિક ભાણેજે 40 હજારમાં સોપારી આપી મામાની હત્યા કરાવી

જેને રાજકોટ બોલાવી રોજગારી આપી તે જ ભાણેજે ધંધાકીય હરીફાઈમાં મામાનું ઢીમ ઢાળી દીધું: ચાર આરોપી ઝડપાયા: રાત્રીના હવા ભરાવવાના બહાને અન્ય આરોપી વિશાલે યુવાનને માથામાં સળિયો ફટકારી હત્યા કરી નાંખી: પોલીસે હત્યારાઓને મેટોડા અને નિકાવાથી ઝડપી લીધા

રાજકોટ તા.19
કાલાવડ રોડ પર વીરડા વાજડી પાસે બિહારી યુવાનની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી છે.હત્યાના આ ગુનામાં પોલીસે મૃતકના ભાણેજ સહિત ચાર શખ્સોને ઝડપી લીધા છે. ધંધાકીય હરીફાઈ સબબ કૌટુંબિક ભણેજે 40 હજારમાં સોપારી આપી મામાની હત્યા કરાવી નાંખી હોવાનું ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ,કાલાવડ રોડ પર આવેલા વિરડા વાજડીમાં રહેતા મુળ બીહાર પંથકના મોહમ્મદ જશીમ મોહમ્મદ અલ્લાઉદીન શાહ(ઉ.વ 37) નામના મુસ્લિમ યુવાનની તેના ઘર પાસે આવેલી પંચરની કેબીનના છાપરા નીચેથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગેની જાણ થતા ક્રાઈમબ્રાંચ, એસઓજી અને સ્થાનીક પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક મોહમ્મદ જશીમ શાહ નામનો મુસ્લિમ યુવાન આઠેક વર્ષથી રાજકોટમાં સ્થાયી થયો હતો અને ઘર પાસે જ પંચરની કેબીન ધરાવતો હોવાનું માલુમ પડ્યું હતું.

હત્યાના આ બનાવનો ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઈ આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ પી.એમ.ધાંખડા, એમ.વી. રબારીની ટીમ આરોપીઓ અંગેની માહિતી મેળવવા માટે કાર્યરત હતી તે દરમ્યાન કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ડી. ઝાલા તથા કુલદીપસિંહ જાડેજા તથા નગીનભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે મેટોડા અને નિકાવા ગામેથી હત્યાના ગુનામાં આરોપી મહમદબશીર આલમશા ઉર્ફે ઇર્શાદ ઉર્ફે રાજુ કયુમશા શાહ (ઉ.વ. 25 ધંધો-પંચરકામ રહે. હાલ કાલવાડ રોડ, મેટોડા જી.આઈ.ડી.સી. પાઠક સ્કુલની સામે અક્ષર વે-બ્રીજ પાસે તા.લોધીકા જી. રાજકોટ મુળ રહે. ગોસરાઇગામ તા. કરીના જી. મુઝ્ઝફરપુર (બીહાર) ,સલીમશા અબ્દુલશા શાહમદાર જાતે-ફકીર મુસ્લીમ ઉ.વ. 25 ધંધો- છુટક મજુરી કામ રહે. નીકાવા મેઇન બજાર તા.કાલાવડ જી. જામનગર, વિશાલ ગીરધરભાઇ બાવળીયા જાતે કોળી ઉ.વ. 19 ધંધો મજુરી કામ રહે. હાલ ગોંડલ ભગવતપરા ગોદળશાપીર ની દરગાહ પાસે સરકારી શૌચાલય સામે ગોંડલ જી. રાજકોટ, શબ્બીરશા ઉર્ફે રૂસ્તમ હબિબશા શાહમદાર જાતે- ફકીર મુસ્લીમ ઉ.વ. 19 ધંધો-મજુરીકામ રહે. હાલ ગોંડલ સામાકાંઠે મોરૈયા રોડ હુશેની ચોક ફુલવાડી કોમ્પ્લેક્ષ સામે મારા જી. રાજકોટ મૂળ રહે. નીકાવા બસસ્ટેન્ડ પાસે બ્રામ્હણવાડી કાલાવડ ને ઝડપી લીધા હતા.

આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી મહંમદ બશીર આલમશા ઉર્ફે ઇર્શાદ અને મરણ જનાર કૌટુબીક મામા થતા હોય અને આરોપીને બહારથી આશરે આઠેક વર્ષ પહેલા રાજકોટ ખાતે કામ ધંધા માટે લઇ આવ્યા હતા.

મોહમદ જશીનને પંચર કામની બે દુકાનો હોય જેમાં એક દુકાન કુવાડવા રોડ ઉપર ત્રિમંદીર પાસે આવેલ હોય ત્યા આરોપીને કામ માટે રાખેલ અને આરોપીએ ત્યા આશરે દોઢેક વર્ષ સુધી કામ કરેલ અને ત્યારબાદ આરોપીએ મેટોડા જી.આઇ.ડી.સી. મા પાઠક સ્કુલ ની સામે અક્ષર વે-બ્રીજ પાસે તથા મેટેડા જી.આઇ.ડી.સી ગેઇટ નંબર -2 પાસે આવેલ પેટ્રોલ પંપની બાજુમા એમ બે જગ્યાએ પંચર દુકાનો કરેલ અને મરણ જનાર મોહમદ જસીમ કાલાવડ રોડ ઉપર વીરડાવાજડી ગામ પેટ્રોલ પંપની બાજુમાં પોતાના ઘર પાસે પંચર ની દુકાન કરાવી કામ કરતા હોય અને આરોપી ને મરણજનાર સાથે પંચરની દુકાનમા ધંધાકીય હરીફાઇ બાબતે બોલાચાલી થયેલ હોય તેનો ખાર રાખી ઇર્શાદએ પોતાના કૌટુંબીક મામાને જાનથી મારી નાખવા માટે સહ આરોપી સાથે મળી હત્યાનું કાવત્રુ રચ્યું હતું.

મુખ્ય આરોપી મહંમદ બશીર આલમશા ઉર્ફે ઇર્શાદ શાહ પોતાના મિત્ર સહ આરોપી સલીમશા અબ્દુલા શાહમદારને આશરે આઠેક દિવસ પહેલા પોતાના મામાને મારી નાખવા રૂ. 40,000/- આપવાની વાત કરી હતી. જેથી આરોપી સલીમશાએ શાહદારએ પોતાના મીત્ર શમ્બિરશા ઉર્ફે રુસ્તમ હબીબા શાહમદાર તથા વિશાલ ગીરધરભાઇ બાવળીયા રહે. બંન્ને હાલ ગોંડલ વાળાને વાત કરી હતી.બાદમાં ઇર્શાદ શાહએ ,સલીમશા અબ્દુલશા શાહદાર ,શમ્બિરશા ઉર્ફે રુસ્તમ હબીબશા શાહમદાર તથા વિશાલ ગીરધરભાઇ બાવળીયાએ કાવત્રુ રચ્યું હતું.

મોહંમદ શાહ પંચર ની દુકાન હોય રાત્રીના સમયે બહાર સુતા હોય જેથી મોડી રાત્રીના આરોપી શમ્બિરશા ઉર્ફે રુસ્તમ હબીબશા શાહમદાર તથા વિશાલ ગીરધરભાઇ બાવળીયાનાઓ બન્ને વિશાલનું મોટરસાયકલ નંબર જી.જે.03 એલ.ઇ. 4646 માં તેમની દુકાને જઇ વાહનમાં હવા ભરવાનુ કહ્યું હતું. યુવાન ટાયરમાં હવા ભારત હતા ત્યારે આરોપી વિશાલે પોતાની પાસેના લોખંડના સળીયાથી ઘા મારી હત્યા કરી નાખી હતી. આરોપી સલીમશા હત્યાના પ્રયાસ સહિતના ગુનામાં તેમજ વિશાલ દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું માલુમ પડ્યું છે.


Related News

Loading...
Advertisement