દિશા પર ગેંગરેપ થયાનો પ્રત્યદર્શીનો ખુલાસો; મંત્રીના ગાર્ડની સંડોવણી

19 September 2020 05:35 PM
Entertainment India
  • દિશા પર ગેંગરેપ થયાનો પ્રત્યદર્શીનો ખુલાસો; મંત્રીના ગાર્ડની સંડોવણી

અભિનેતા સુશાંતની પુર્વ મેનેજરના મોત મામલે નવો ઘટસ્ફોટ; દુષ્કર્મ વખતે સાલિયાનનો મંગેતર પણ હતો હાજર

મુંબઈ તા.19
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની સાથે તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુનું રહસ્ય હજુ પણ યથાવત રહ્યું છે. 8 જૂનના રોજ 14માં માળેથી નીચે પટકાતા દિશાનું મૃત્યુ થયું હતું. આ બનાવ પણ આપઘાતનો છે કે હત્યાનો તેની ચર્ચા હજુ ચાલુ જ છે. તેમાં અગાઉ આ ઘટનાને કલાકો અગાઉ પાર્ટી કરતી હોવાનો દિશાનો વિડીયો વાયરલ થયો હતો. આ પાર્ટીમાં સામેલ એક વ્યક્તિએ હવે ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે તેણે કહ્યું કે, દિશાના મોત પહેલાં 4 લોકોએ તેના પર દુષ્કર્મ કર્યું હતું. મ્યુઝીકના ઘોંઘાટને પગલે કમનસીબે દિશાની ચીસો દબાઈ ગઈ હતી.

સુશાંતસિંહની પૂર્વ મેનેજર દિશા સાલિયાને 8 જૂનનાં રોજ પોતાના ઘરે પાર્ટી રાખી હતી જે પછી 14માં માળેથી નીચે પટકાતા તેનું મૃત્યુ નિપજયું હતું. આ પાર્ટીમાં હાજર એક વ્યક્તિએ હવે ચોંકાવનારો ઘટસ્ફોય કર્યો છે. તેણે જણાવ્યું કે, દિશાના મૃત્યુ પહેલા 4 જરાએ તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. આ ચારેય મજબૂત બેકગ્રાઉન્ડ ધરાવે છે. જેમાંથી એક તો મંત્રીનો સિકયોરીટી ગાર્ડ છે. આ પાર્ટીમાં એક ફિલ્મ સ્ટારનો પુત્ર પણ મૌજૂદ હતો.

જયારે દિશા સાથે ગેંગરેપની ઘટના બની ત્યારે તેનો મંગેતર રોહન રાય પણ ફલેટ પર હાજર હતો. તે બીજા રૂમમાં ચુપચાપ બેઠો હતો. આ ખુલાસો કરનારે એમ પણ જણાવ્યું હતું કે તે પોતે પણ એક અભિનેતા છે અને મલાડ સ્થિત એ ફલેટ પર રાત્રે 9થી9.30 વચ્ચે પહોંચ્યો હતો તે પોતે તપાસ એજન્સી સામે નિવેદન આપવા પણ તૈયાર હોવાનું જણાવ્યું હતું. તેણે વધુ વાત કરતાં ઉમેર્યુ કે દિશાનો મૃતદેહ જોયા પછી તેનો મંગેતર રોહન રાય અને તેનો મિત્ર બ્રાન્દ્ર રેલવે સ્ટેશન તરફ ભાગ્યા હતા અને ઘર જવા માટે પહેલી ટ્રેન પકડીને જતાં રહ્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે દિશાની 8 જૂનના રોજ મોત થયા પછી 17 જૂન સુધી તેનો મોબાઈલ એકટીવ હતો. તેના મોબાઈલથી અનેક ઈન્ટરનેટ કોલ પણ કરવામાં આવ્યા હતા.


Related News

Loading...
Advertisement