19 દિવસમાં ડીઝલ રૂા.1.87 અને પેટ્રોલ 91 પૈસા સસ્તુ

19 September 2020 05:32 PM
Rajkot Saurashtra
  • 19 દિવસમાં ડીઝલ રૂા.1.87 અને પેટ્રોલ 91 પૈસા સસ્તુ

આજે ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : પેટ્રોલનાં ભાવમાં સ્થિરતા

રાજકોટ તા. 19 : કોરોના વાઇરસ મહામારીના પગલે વૈશ્ચિક બજારમાં ક્રુડ બેરલના ભાવમાં ગીરાવટના પગલે ગત ઓગષ્ટ માસની સરખામણીએ સપ્ટેમ્બર માસમાં આજ દિન સુધીમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થયુ છે. 19 દિવસમાં ડીઝલ રૂ.1.87 અને પેટ્રોલ 91 પૈસા સસ્તુ થયુ છે.

પેટ્રોલિયમ કંપની દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રોજિંદો ભાવફેર થાય છે. જેમાં છેલ્લા 19 દિવસમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ઘટાડો થઇ રહયો છે.સ આજે શનિવારે (રાજકોટ શહેર) ડીઝલમાં 21 પૈસા સસ્તુ થયુ છે. જયારે પેટ્રોલના ભાવમાં સ્થિરતા રહી છે.

કોરોના વાઇરસના અનલોકમાં એક તરફ મંદી-બેરોજગારી વેપાર-ઉધોગને મોટો આર્થિક ફટકો લાગ્યો છે. ત્યારે સરકાર અને પેટ્રોલિયમ વિભાગ દ્વારા ઇંધણના ભાવમાં રાહત આપવાને બદલે ભાવો આસમાને પહોંચાડી લોકોના આર્થિક બોજમાં વધારો કર્યો હતો. ગત ઓગષ્ટ માસની આખર તારીખે રૂ.79.19 પેટ્રોલ અને રૂ.78.91 ડીઝલ વેચાણમાં હતુ. જેની સરખામણીએ આજે 19માં રૂ.1.87 ડીઝલ અને 91 પૈસા પેટ્રોલ સસ્તુ થયુ છે.

મંદી-મોંઘવારી અને બેરોજગારીના સમયમાં ઇંધણનો બોજ હળવો થતા લોકોમાં રાહત અનુભવાઇ રહી છે.


Related News

Loading...
Advertisement