સાઉદી અરબમાં 450 ભારતીયો ભીખ માંગવા મજબૂર

19 September 2020 05:30 PM
India World
  • સાઉદી અરબમાં 450 ભારતીયો ભીખ માંગવા મજબૂર

વર્ક પરમીટ એકસપાયર થતાં તમામને ડિટેન્શન સેન્ટર મોકલાયા

નવી દિલ્હી તા. 19 : કોરોના મહામારીને પગલે અનેક લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. સાઉદી અરેબિયામાં પણ નોકરી જતી રહેતા 450 ભારતીયો રસ્તા પર ભીખ માંગવા મજબુર બન્યા છે. આ તમામ તેલંગણા, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, કાશ્મીર, બિહાર, દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક, હરીયાણા, પંજાબ અને મહારાષ્ટ્રના રહેવાસી છે.સ જેમાના મોટાભાગના વર્ક પરમીટ એકસપાયર થઇ ગયા છે.

આ પરિસ્થિતિ દર્શાવતો એક વિડીયો પણ હાલ વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે ‘અમે કોઇ ગુનો નથી કર્યો. પરંતુ નોકરી ગુમાવવાને કારણે ભીખ માંગવા મજબુર બન્યા છીએ. હાલ અમે ડિટેન્શન સેન્ટરમાં પરેશાન થઇ રહયા છીએ.’ આ ડિટેન્શન સેન્ટરમાં 39 ઉત્તરપ્રદેશના, 10 બિહારના, પ તેલંગણાના, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, કર્ણાટકના 4-4 તથા આંધ્રપ્રદેશના 1 સહિતના વ્યકિતઓ આશ્રય લઇ રહયા છે.

વિડીયોમાં એક કર્મચારી એમ કહેતો પણ નજરે ચઢે છે કે ‘મારા ભાઇનું મૃત્યુ થઇ ગયું છે અને માતાની હાલત ગંભીર છે. મારે જલ્દી ભારત પહોંચવું છે.’ 17 સપ્ટેમ્બરના રોજ પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્ર દ્વારા ટિવટર પરથી આ તમામની માહિતી મેળવવામાં આવી હતી.સ મુળ ભારતના ર.4 લાખ લોકોએ ભારત પરત ફરવા માટે નોંધણી કરાવી હતી. જેમાંથી અત્યાર સુધીમાં માત્ર 40000 જ ભારત પરત ફરી શકયા છે.


Related News

Loading...
Advertisement