મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં જયોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલોટને ઉતારવા પાર્ટીની તૈયારી

19 September 2020 05:27 PM
India
  • મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં જયોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલોટને ઉતારવા પાર્ટીની તૈયારી

28 બેઠકોમાં મોટાભાગની સીટો ગ્વાલિયર-ચંબલ વિસ્તારની : કોંગ્રેસ-ભાજપ પક્ષ દ્વારા પ્રચાર-પ્રસારની વ્યુહરચના

નવી દિલ્હી તા. 19 : મધ્યપ્રદેશમાં વિધાનસભાની પેટા ચુંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થાય તે પુર્વે જ ભાજપ-કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રચાર-પ્રસારની રણનિતી ઘડવામાં આવી છે. જેમાં સતાધારી ભાજપને હરાવવા કોંગ્રેસ જોર લગાવી રહી છે.સ ખાસ કરીને પાર્ટી છોડી ભાજપમાં ગયેલ જયોતિરાદિત્ય સિંધિયાના પ્રભાવવાળી ગ્વાલિયર-ચંબલની સીટો કબજે કરવા સાથો સાથ ચુંટણી પ્રચારમાં સચિન પાયલોટને ઉતારવા રણનીતિ ઘડી છે.

એક સમયે દોસ્ત ગણાતા જયોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલોટ વચ્ચે આગામી વિધાનસભાની ચુંટણીમાં પ્રચાર-પ્રસારની ટકકર રહેશે. તેવુ માનવામાં આવે છે.
મધ્યપ્રદેશની 28માંથી સૌથી વધુ સીટ ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાં આવે છે. જયાં જયોતિરાદિત્ય સિંધિયાનો પ્રભાવ છે.

તો બીજી તરફ સચિન પાયલોટે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથને પ્રચાર પ્રસારનો આગ્રહ કર્યો છે. તેઓ પાર્ટી માટે કામ કરશે. મધ્યપ્રદેશની ર8 સીટોની ચુંટણી માટે ભાજપ-કોંગ્રેસ પાર્ટીમાં રાજકિય ગતિવિધી તેજ બની છે. સાથે વધુ બેઠકો જીતવા પ્રચાર-પ્રસારની રણનીતિ ઘડાઇ રહી છે.


Related News

Loading...
Advertisement