સરકારે અડધું કબુલ કર્યુ: 97 શ્રમિકોના લોકડાઉન હિજરત સમયે મૃત્યુ થયા

19 September 2020 05:25 PM
India
  • સરકારે અડધું કબુલ કર્યુ: 97 શ્રમિકોના લોકડાઉન હિજરત સમયે મૃત્યુ થયા

શ્રમિક સ્પે. ટ્રેનમાં અપમૃત્યુ: કારણમાં જો કે હૃદયરોગ વિ.ને ગણાવી દીધા

નવી દિલ્હી: દેશમાં કોરોના-લોકડાઉન સમયે લાખો શ્રમીકોની વતન ભણી દોટમાં અકસ્માત સહિતના મૃત્યુ અંગે અગાઉ માહિતી નહી હોવાનું જાહેર કરી ટીકાનું કેન્દ્ર બનેલી મોદી સરકારે આખરે સ્વીકારવું પડયું કે શ્રમીક એકસપ્રેસમાં પ્રવાસ કરતા 97 મજદૂરોના એક યા બીજા કારણોસર મૃત્યુ થયા હતા. રાજયસભામાં એક જવાબમાં સરકારે જણાવ્યું કે તા.9 સપ્ટે. સુધીના જે આંકડા ઉપલબ્ધ છે તેમાં 97 મજુરો માર્યા ગયા છે.

પોલીસે 87 મૃતદેહોને પોષ્ટમોર્ટમમાં મોકલ્યા હતા. 51 લોકોના રીપોર્ટ મળ્યા હતા. જેમાં મૃત્યુના કારણમાં હૃદયરોગના હુમલા બ્રેઈક સ્ટ્રોક- અગાઉના કોઈ દર્દના કારણે તેમના મૃત્યુ થવાનું જાહેર થયું છે. સરકારે અગાઉ પરપ્રાંતિય મજુરોની હીજરત થવાથી અપમૃત્યુની ઘટના અંગે કોઈ માહિતી હોવાનો ઈન્કાર કર્યો હતો.


Related News

Loading...
Advertisement