રાજકોટના વેપારી મહામંડળનો ડંકો: ગુજરાત ચેમ્બરમાં રીજીયોનલ સેક્રેટરીપદે વી.પી. બીનહરિફ

19 September 2020 05:21 PM
Rajkot Gujarat
  • રાજકોટના વેપારી મહામંડળનો ડંકો: ગુજરાત ચેમ્બરમાં રીજીયોનલ સેક્રેટરીપદે વી.પી. બીનહરિફ

સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પ્રથમ વખત આ મહત્વનું પદ મળ્યું: સમગ્ર વેપાર જગતના પ્રશ્નોને વાચા અપાવીશ: વૈષ્ણવ

રાજકોટ તા.19
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અમદાવાદની સંઘર્ષમય કારોબારી ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી સૌ પ્રથમવાર રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ ડાયરેકટર તરીકે બિનહરીફ ચુંટાઈ આવ્યા છે. જે રાજકોટ અને સૌરાષ્ટ્ર-કચ્છ માટે ગૌરવની ઘટના છે.

ગુજરાત ચેમ્બરના પ્રમુખ નટુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તા.18-9-20ના રોજ પ્રથમ કારોબારી બેઠક મળી હતી, જેમાં વી.પી.વૈષ્ણવની રિજીયોનલ સેક્રેટરી તરીકે બિનહરીફ વરણી કરાઈ છે. આઝાદીના ઈતિહાસમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાંથી કોઈ પ્રતિનિધિની રિજીયોનલ સેક્રેટરી તરીકે વરણીની આ પ્રથમ ઘટના છે.

આ તકે ‘સાંજ સમાચાર’ સાથે વાતચીતમાં વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગના પ્રશ્નોને સારી રીતે વાચા આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વેપાર-ઉદ્યોગના વણઉકેલ પ્રશ્નો માટે ગુજરાત ચેમ્બરને માધ્યમ બનાવીને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં રજુઆત કરી પ્રશ્નોને ત્વરીત નિરાકરણ લાવવામાં આવશે.


Related News

Loading...
Advertisement