હસુભાઈ દવેનું સ્વાસ્થ્ય ‘સ્થિર’: ઓક્સિજન લેવલ જાળવવા તબીબોનો પ્રયાસ

19 September 2020 05:08 PM
Rajkot Saurashtra
  • હસુભાઈ દવેનું સ્વાસ્થ્ય ‘સ્થિર’: ઓક્સિજન લેવલ જાળવવા તબીબોનો પ્રયાસ

સંક્રમિત થયેલા કુટુંબના અન્ય સભ્યોની હાલત સુધારા પર

રાજકોટ: ભારતીય મજદૂર સંઘના રાષ્ટ્રીય અગ્રણી તથા દેશના જાણીતા લેબર-કાનૂનના નિષ્ણાંત શ્રી હસુભાઈ દવે કોરોના સંક્રમીત થયા બાદ તેમને ઉદય કોવિડ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા છે.

તેમનું ઓક્સિજન લેવલ રાત્રીના ઘટીને 78 થતા તબીબોએ તુર્ત જ ઓકસીજન વધારવા માટેની સારવાર શરુ કરી દીધી હતી તથા હસુભાઈના પલ્સરેટમાં પણ થોડો ઘટાડો થયો હતો. આ તબકકે તેઓને સઘન સારવાર અપાતા હાલ તેમનું સ્વાસ્થ્ય ‘સ્ેિથછર’ હોવાનું જાહેર થયું.

દવે ફેમીલીમાં હસુભાઈના ભાઈ નરેન્દ્રભાઈ દવે તથા અન્ય કુટુંબીજનો જેઓ કોરોના સંક્રમીત બન્યા હતા. તેઓનું સ્વાસ્થ્ય હવે સુધારા પર છે. હસુભાઈને તબીબની ખાસ ટીમ સારવાર આપી રહી છે.


Related News

Loading...
Advertisement