અમદાવાદમાં ચાના સ્ટોલ પર બે ગ્રાહકો વચ્ચે છ ફૂટનું અંતર ફરજીયાત : વાતચીત કરી શકાશે નહીં

19 September 2020 05:06 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદમાં ચાના સ્ટોલ પર બે ગ્રાહકો વચ્ચે છ ફૂટનું અંતર ફરજીયાત : વાતચીત કરી શકાશે નહીં

અમદાવાદ મહાનગરપાલિકાએ ગાઈડલાઈન બહાર પાડી : ટી સ્ટોલ માલિકો-કર્મચારીઓ માટે સાપ્તાહિક કોરોના ટેસ્ટ

રાજકોટ,તા. 19
ગુજરાત એક સમયે કોરોના હોટસ્પોટ બનેલું અમદાવાદ હાલ નવા કેસમાં ત્રીજા સ્થાને છે. પરંતુ અહીંફરી એક વખત સંક્રમણ વધવાના સંકેત છે અને તેથી મહાનગરમાં ચાની દુકાનો કે સ્ટોલ પર અથવા તો પાનની દુકાનો પર જે ભીડ જામે છે તેની સામે અમદાવાદ મહાનગરપાલિકાએ એક નવી ગાઈડલાઈન બહાર પાડી છે.

શહેરમાં ચાની કીટલી ખોલવા છૂટ તો આપી છે પરંતુ તેમાં અનેક શરતો છે. ચા પીતી વખતે ગ્રાહકોએ વાતચીત કરવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. ચાની કીટલી પર પાણીની વ્યવસ્થા નહીં હોય, ફક્ત પેકીંગમાં નાની બોટલોમાં પાણી રાખી શકાશે.

દર અઠવાડિયે ટી સ્ટોલ અને તેના કર્મચારીઓએ કોરોના ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. ગ્રાહકો વચ્ચે છ ફૂટનું અંતર જળવાય તે રીતે સર્કલ દોરવાના રહેશે. કીટલી કે લારીઓ પર માસ્ક વેન્ડીંગ મશીન મૂકવાના રહેશે અથવા તો માસ્ક મળે તે વ્યવસ્થા કરવાની રહેશે. ગ્રાહકો ટોળા ન વળે તે જોવાનું રહેશે, ચા-કોફી ડીસ્પોઝેબલ કપનો જ ઉપયોગ થઇ શકશે.

ચાના વાસણો ડીટરજન્ટથી ધોવા ફરજીયાત છે. બને ત્યાં સુધી કેશનો વ્યવહાર ન કરવો અને જો ફરજીયાત કરવો પડે તેમ હોયતો હાથનો સ્પર્શ ન થાય તે રીતે વ્યવહાર કરવો. હોટલની અંદરના ભાગમાં સેનેટાઈઝ કરવું ફરજીયાત છે.


Related News

Loading...
Advertisement