‘રવિ કિશન ખુદ પણ ડ્રગ્સ લેતો’તો’ - અનુરાગ કશ્યપ

19 September 2020 04:22 PM
Entertainment India
  • ‘રવિ કિશન ખુદ પણ ડ્રગ્સ લેતો’તો’ - અનુરાગ કશ્યપ

નવી દિલ્હી, તા. 19
બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં હાલ ડ્રગનો મામલો ચર્ચામાં છે ત્યારે ફિલ્મ મેકર અનુરાગ કશ્યપે સાંસદ અને અભિનેતા રવિ કિશન પર ડ્રગ લેવાનો આક્ષેપ લગાવ્યો છે તો પોતે રવિએ સંસદમાં આપેલા નિવેદનથી સહમત નથી તેવું કહ્યું હતું રવિએ તાજેતરમાં જ સંસદમાં બોલીવુડમાં થતા ડ્રગ્સના દુરૂપયોગને લઇને ભાષણ આપ્યું હતું.

અનુરાગે આગળ જણાવ્યું હતું કે રવિ ખુદ પણ ડ્રગ લેતો હતો પરંતુ તેણે પોતે કયારેય તેને જજ કર્યો ન હતો રવિએ સંસદમાં જણાવ્યું હતું કે ‘ડ્રગ ટ્રાફિકીંગ અને ડ્રગ્સની વધતી લતને લઇને અમે વાકેફ છીએ. આ મામલે પડોશી દેશોનો મોટો હાથ છે. ડ્રગ્સ ચીન અને પાકિસ્તાન જેવા દેશોમાંથી ભારતમાં આવે છે. ડ્રગ્સથી આપણી બોલીવુડ ઇન્ડસ્ટ્રી પણ ઘણી પ્રભાવિત થઇ છે.


Related News

Loading...
Advertisement