સોમવારથી કોરોના સાવચેતી વચ્ચે વિધાનસભા, પ્રથમ વખત ‘ગેલેરી’માં પણ ધારાસભ્યો બેસશે

19 September 2020 04:20 PM
Ahmedabad Gujarat
  • સોમવારથી કોરોના સાવચેતી વચ્ચે વિધાનસભા, પ્રથમ વખત ‘ગેલેરી’માં પણ ધારાસભ્યો બેસશે

પાંચ દિવસના સત્રમાં કોરોનાથી લઈ કૃષિ અને ફી વિવાદ છવાશે : ગૃહનું કવરેજ કરનાર પત્રકારો-માહિતી અધિકારીઓના કોરોના ટેસ્ટ થયા: તમામ નેગેટીવ: કાલે ધારાસભ્યોના ટેસ્ટ કરાશે

રાજકોટ
ગુજરાતમાં સોમવારથી ચાલુ થઈ રહેલા વિધાનસભા સત્રમાં કોરોના સંક્રમણના કારણે કુલ 171 ધારાસભ્યો માટે બેઠક વ્યવસ્થા સોશ્યલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવી છે.

મુખ્ય ગૃહમાં ભાજપ અને કોંગ્રેસના 92 ધારાસભ્યો બેસશે. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા કેબીનેટના સભ્યો અને વિપક્ષના નેતાઓ, દંડ અને આ પક્ષના સીનીયર ધારાસભ્યો બેસશે તો 79 ધારાસભ્યો ગેલેરીમાં બેસશે. ગેલેરીમાં માઈકની વ્યવસ્થા નથી તે બે વ્યક્તિઓ માઈક સાથે ગેલેરીમાં મૌજૂદ હશે અને જે ધારાસભ્યને બોલવાનું હશે તેને માઈક આપશે. આજે વિધાનસભાના કર્મચારીઓ તથા પત્રકારોના કોરોના ટેસ્ટ થયા હતા. જો કે તમામ પત્રકારોનો નેગેટીવ રીપોર્ટ આવ્યા છે.

તમામ ધારાસભ્યોને આજે ગાંધીનગર પહોંચી જવાની સૂચના છે અને કાલે તેમના કોરોના ટેસ્ટ થશે. આજે નેગેયીવ જાહેર થયેલા પત્રકારોને તેમના આ રીપોર્ટના આધારે ગૃહમાં પ્રવેશ અપાશે તો સત્રમાં પ્રશ્નકાળ નથી તેથી ઓછા અધિકારીઓ હાજર હશે અને તેમના પણ કોરોના ટેસ્ટ થશે તથા પોલીસ સહિતના સુરક્ષા ગાર્ડના પણ કોરોના ટેસ્ટ થશે. પાંચ દિવસના સત્રમાં છ બેઠક યોજાશે અને સરકારી કામકાજ હેટઽક રીતે થશે. કુલ 21 વિધેયકો મંજુર કરાવવાના છે. સરકાર સોમવારે તેનો કોરોના સંકલ્પપત્ર રજુ કરશે જેમાં આ સંક્રમણ સમયની કામગીરીનો ચિતાર આપશે તે સમયે જ શાસક-વિપક્ષ વચ્ચે ગૃહમાં વિખવાદ થશે.

આજે પત્રકારો અને માહિતી ખાતાના 90થી વધુ લોકો જે ગૃહમાં હાજર રહેવાના છે તેમાં તમામને કોરોના ટેસ્ટ થયા તે તમામ નેગેટીવ આવતા મોટી રાહત થઈ છે.સરકારે અનેક કાનૂની સુધારા વટહુકમથી લાગુ કર્યા હતા તેની વિધાનસભાની મંજુરી લેવાની છે.


Related News

Loading...
Advertisement