સુશાંત કેસમાં સલમાનખાન સહીત 8 ફિલ્મી હસ્તીઓને કોર્ટમાં હાજર થવા હુકમ

19 September 2020 04:10 PM
Entertainment India
  • સુશાંત કેસમાં સલમાનખાન સહીત 8 ફિલ્મી હસ્તીઓને કોર્ટમાં હાજર થવા હુકમ

મુઝફફર જિલ્લા કોર્ટે આદેશ જાહેર કર્યો : કરણ જોહર, સંજય લીલા ભણસાળી, એકતા કપુર, આદીત્ય ચોપરાને પણ હાજર રહેવા કોર્ટનો આદેશ

મુઝફફરાપુર તા.19
બોલીવુડ એકટર સુશાંતસિંહના મોત મામલે મુઝફફરપુર જિલ્લા કોર્ટ બોલીવુડ સ્ટાર સલમાન ખાન ઉપરાંત કરણ જોહર, આદીત્ય ચોપરા, સાજીદ નડીયાદવાલા, સંજય લીલા ભણસાળી, એકતા કપુર, ભૂષણકુમાર, દિનેશ વિનયન સહીત 8 ફીલ્મી હસ્તીઓને તા.8મી ઓકટોબરે હાજર થવા આદેશ
આપ્યો છે.

આ મામલે તમામને નોટીસ મોકલી દેવામાં આવી છે. આ ફીલ્મી સેલીબ્રીટીઓ સામે સુધીર ઓઝા નામની વ્યક્તિએ સુશાંતસિંહના અપમૃત્યુ મામલે અરજી કરી હતી.કોર્ટના આદેશ મુજબ આ હસ્તીઓએ પોતે અથવા તેમના વકીલના માધ્યમથી હાજર રહેવું પડશે.


Related News

Loading...
Advertisement