ફેસબુકનો વધુ એક વિવાદ : ફોન કેમેરાથી યુઝર્સનો ડેટા લીક કરવાનો આરોપ

19 September 2020 12:10 PM
India Technology
  • ફેસબુકનો વધુ એક વિવાદ : ફોન કેમેરાથી યુઝર્સનો ડેટા લીક કરવાનો આરોપ

સાનફ્રાન્સિસ્કોના ઇન્સ્ટાગ્રામ યુઝર્સની કોર્ટમાં ફરિયાદ

નવી દિલ્હી,તા. 19
વારંવાર વિવાદમાં રહેતું ફેસબુકવધુ એક વિવાદમાં આવ્યું છે, જે મુજબ ફેસબુક પર ફોન કેમેરા દ્વારા ઇન્સ્ટાગ્રામ યુઝર્સનો ડેટા ચોરવાનો આરોપ લાગ્યો છે. ઇન્સ્ટાગ્રામ પણ ફેસબુકના કબ્જાની છે અને ફેસબુકે આ નવા આક્ષેપોને લઇને ચૂપકિદી ધારણ કરી લીધી છે.

ફોન કેમેરાથી યુઝર્સના ડેટા મંજૂરી વિના લીક કરવા મુદ્દે ફેસબુક પર કેસ કરવામાં આવ્યો છે ન્યુજર્સીના સાનફ્રાન્સિસ્કોમાં ગુરુવારે ફેડરલ કોર્ટમાં દાખલ ફરિયાદમાં ઇન્સ્ટાગ્રામ યુઝર બ્રિટની કોડિટીએ આરોપ લગાવ્યો છે કે કેમેરા દ્વારા જાણી જોઇને આ ડેટા લીક કરાયો હતા. આ અસરથી યુઝર્સનો મહત્વપૂર્ણ ડેટા ચોરવા કરાઈ હતી અન્યથા એક્સેસ માગવામાં નથી આવતી.

સાઈબર સુરક્ષા વિશેષજ્ઞો અનુસાર આ ઉપાયોથી સુરક્ષા મળશે. જે મુજબ એપને ઇન્સ્ટોલ કરવાની સાથે સાથે ખાનગીપણુ-ગોપનીયતા પણ જાણી લો. ઉપયોગ કર્યા બાદ તેને હોમ સ્ક્રીન પરથી હટાવી દેવું જ બહેતર છે. ફોટો શેરીંગમાં લોકેશન કોન્ટેક્ટ ન આપો. અનામી એપ ઇન્સ્ટોલ કરતા પહેલા રિવ્યુ, રેટીંગનું પણ ધ્યાન રાખો, જો કોઇ એપનો ઉપયોગ નથી કરતા તો તેને હટાવી દો. રાત્રે ડેટા જરુરત ન હોવા પર લોકેશન પણ બંધ રાખો.


Related News

Loading...
Advertisement