હું મહારાષ્ટ્ર સરકારને 15 થી 20 કરોડનો ટેકસ ચૂકવું છું, મફતનું ખાનાર કોણ થયુ ? : કંગના

19 September 2020 10:30 AM
Entertainment India Politics
  • હું મહારાષ્ટ્ર સરકારને 15 થી 20 કરોડનો ટેકસ ચૂકવું છું, મફતનું ખાનાર કોણ થયુ ? : કંગના

કંગનાનો શિવસેના પર વધુ એક વાર : કંગનાએ તૂટેલી ઓફિસની તસવીરો શેર કરી લખ્યું - તુમ આહ ભી નહી કરતે બસ્તિયાં જલાને મેં

મુંબઇ તા. 19
કંગનાએ ફરી શિવસેના પર શબ્દ બાણ છોડયું છે. એક ટીવી ચેનલનેે ઇન્ટરવ્યુમાં કંગનાએ કહયું હતું કે મને મુફતખોર યાની મફતનું ખાનાર કહેવામાં આવી છે. પણ મહારાષ્ટ્ર સરકારને હું 15 કરોડથી 20 કરોડ રૂપિયાનો ટેકસ ચુકવું છું તો મફતનું ખાનાર કોણ થયું ? હું મારા સ્ટાફ અને ક્રુ મેમ્બર્સને રોજગાર ઉપલબ્ધ કરાઉં છું. જયારે મારી ફિલ્મો રજુ થાય છે તો થિયેટરમાં અનેક લોકોને રોજગાર મળે છે.

આ સ્થિતિમાં હું મફતનું ખાનાર કેવી રીતે હોઉં ? આ અગાઉ કંગનાને શિવસેના નેતા સંજય રાઉતે હરામખોર છોકરી કહી હતી. જેનો જવાબ આપતા કંગનાએ કહયું હતું કે હું ઉદ્વવ ઠાકરેને સવાલ પુછવા માંગુ છું તેમને બાલાસાહેબ ઠાકરેની સંપત્તિ, શકિત, શિવસેના અને લોકોની વફાદારી વારસામાં મળે છે. તેમ છતાં તેમણે પોતાની વિચારધારને પાછળ છોડી દીધી છે. તો મુફતખોર કોણ છે ?

કંગનાએ પોતાની તુટેલી ઓફિસની તસવીરો શેર કરીને તેને પોતાના સપના પર દુષ્કર્મ ઓળખાવ્યું છે.કંગનાએ શાયરી લખી હતી. એક ઉમ્ર બીત જાતી હૈ ઘર બનાને મેં ઔર તુમ આહ ભી નહીં કરતે બસ્તિયા જલાને મેં.


Related News

Loading...
Advertisement