સુશાંતસિંહ રાજપુતના પહેલા વેક્સ સ્ટેચ્યુની તસ્વીરો અને વિડિયો વાયરલ : ફેન્સ થયા ભાવુક

18 September 2020 04:05 PM
Entertainment India
  • સુશાંતસિંહ રાજપુતના પહેલા વેક્સ સ્ટેચ્યુની તસ્વીરો અને વિડિયો વાયરલ : ફેન્સ થયા ભાવુક

મુંબઈ,તા. 18
બોલીવુડ એક્ટર સુશાંતસિંહ રાજપુતનું 14 જૂનના નિધન થયું હતું. સુશાંતસિંહ રાજપુત આત્મહત્યા કેસની તપાસ સીબીઆઈથી લઇ ઇડી અને એનસીબી જેવી એજન્સીઓએ અલગ અલગ એંગલથી કરી રહી છે તેની વચ્ચે સુશાંતના ફેન્સની માંગ છે કે લંડનના મેડમ તુસાદ મ્યુઝીયમમાં એક્ટરનું સ્ટેચ્યુ મુકવામાં આવે. તે માટે હાલમાં જ ફેન્સએ ઓનલાઈન પિટીશન શરુ કરી છે. તેઓ અન્ય લોકો પાસેથી આ પિટીશન પર સાઈન કરવાની અપીલ કરી રહ્યા છે.

થોડા દિવસો પહેલા સુધી આ પિટીશન પર 1 લાખ 70 હજાર લોકો સાઈન કરી ચૂક્યા હતા ત્યારે આ પ્રક્રિયા ચાલી રહી હતી તે વચ્ચે પશ્ચિમ બંગાળના આસનસોલના કલાકાર સુશાંત રે એ સુશાંતને અલગ રીતે ટ્રિબ્યુટ આપ્યું. તેઓએ સુશાંતસિંહ રાજપુતનું એક વેક્સ સ્ટેચ્યુ બનાવ્યું.રિપોર્ટ મુજબ સુશાંતનું પહેલુ વેક્સ સ્ટેચ્યુ છે. 17 સપ્ટેમ્બરના આ સ્ટેચ્યુનું લોકાર્પણ કરવામાં આવ્યું. જાણવા મળ્યું છે કે આ સ્ટેચ્યુને મ્યુઝીયમમાં રાખવામાં આવશે. આ મ્યુઝીયમ સામાન્ય લોકો માટે ખુલ્લુ રાખવામાં આવશે.

સુશાંતના સ્ટેચ્યુની તસવીર અને વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ છે. સુશાંતના સ્ટેચ્યુની વાયરલ તસ્વીર જોઇ ફેન્સ ભાવુક થઇ ગયા. તેઓ કોમેન્ટ કરતા લખે છે કે આ બિલકુલ સુશાંતની જેમ જ લાગે છે.અત્રે ઉલ્લેખનીય છે કે સુશાંતના નિધનને 3 મહિના વીતી ચૂક્યા છે હજુ સુધી જાણવા નથી મળ્યું કે હજુ સુધી જાણવા નથી મળ્યું કે તેઓએ આત્મહત્યા કરી છે કે કોઇના ષડયંત્રથી મર્ડર કરવામાં આવ્યું. તેની તપાસ હજુ ચાલી રહી છે. આ કેસમાં ડ્રગ એંગલ આવ્યા બાદ એકટ્રેસ રિયા ચક્રવર્તી અને તેમના ભાઈ શૌવિક ચક્રવર્તીને એનસીબીએ ધરપકડ કરી છે.


Related News

Loading...
Advertisement