માસ્ક વગર કાર ચલાવતા વકીલનું ચલણ ફાટતા જ સરકાર પર 10 લાખનો દાવો માંડી દીધો

17 September 2020 06:29 PM
India
  • માસ્ક વગર કાર ચલાવતા વકીલનું ચલણ ફાટતા જ સરકાર પર 10 લાખનો દાવો માંડી દીધો

દેશમાં કોરોના સંક્રમણને કારણે માસ્ક ફરજીયાત છે અને તેના નિયમો છે પરંતુ પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ ક્યારેક નિયમ જાળ્યા વગર જ તેનો અમલ કરવા જાય છે તો મુશ્કેલીમાં મુકાઇ જાય છે. પૂર્વીય દિલ્હીમાં સૌરભ શર્મા નામના એક ધારાશાસ્ત્રી પોતાની કારમાં એકલા હતા અને તે ડ્રાઈવીંગ કરી રહ્યા હતા ત્યારે પોલીસે ગીતા કોલોની પાસે તેની કાર રોકી અને માસ્ક ન પહેરવા બદલ રૂા. 500નું ચલણ ફાડી દીધું પરંતુ વકીલે તૂર્ત જ કાયદાનો થોથો બહાર કાઢ્યો અને કારમાં એકલા વ્યક્તિ પ્રવાસ કરતાં હોય અને ખુદ ડ્રાઈવીંગ કરતાં હોય તો તેને માસ્કની જરુર નથી ઉપરાંત કારની અંદર બેસીને ડ્રાઈવીંગ કરવું અને કારની અંદરનો વિભાગ સાર્વજનિક સ્થળ નથી તેવું કહીને રૂા. 10 લાખનું વળતર માગ્યું છે.


Related News

Loading...
Advertisement