રાજકોટમાં કોરોનાએ પ્રથમ તબીબનો ભોગ લીધો : જુની પેઢીના ડો. બી.ડઢાણીયાનું નિધન

17 September 2020 04:23 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં કોરોનાએ પ્રથમ તબીબનો ભોગ લીધો : જુની પેઢીના ડો. બી.ડઢાણીયાનું નિધન

વાયરસના સંક્રમણથી આયુષ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા: તબીબી જગતમાં શોકનો માહોલ : 52 વર્ષથી પ્રેકટીસ કરતા હતા

રાજકોટ તા.17
રાજકોટમાં તબીબી જગતના 115થી વધુ ડોકટરો કોરોનાથી સંક્રમીત છે ત્યારે ગત રવિવારે રાજકોટના જુની પેઢીના ડો. બીપીનભાઈ ડઢાણીયા ટુંકી બિમારીમાં નિધન પામ્યા છે. તેમને કોરોનાના લક્ષણો હતા. પરંતુ તેમનું મૃત્યુ સીવીયર હાર્ટએટેકથી થયાનું જાણવા મળ્યું છે.

આમ કોરોનાની લડાઈમાં રાજકોટમાં પ્રથમ ડોકટર જંગ હાર્યાનું માનવામાં આવી રહ્યું છે. ડો. બીપીન ડઢાણીયાની વય 79 વર્ષની હતી. તેમને સેન્ટમેરી સામે આયુષ કોવિડ હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. ત્રણ દિવસની ટુંકી બીમારીમાં તેમનું નિધન થયું છે. ડો. ડઢાણીયાએ 60 વર્ષ પછી પણ પ્રેકટીશ ચાલુ રાખી હતી.

તેમણે 52 વર્ષ સુધી તબીબી પ્રેકટીસ કરી હતી. તેમનામાં સેવાભાવના વિશેષ હતી. જીવનના અંતિમ દિવસો સુધી તેઓ દર્દીઓની સારવાર કરતાં રહ્યાં હતા. તેઓ કોરોનાના દર્દીઓને પણ તપાસતા હતા.

તેમની વિદાયથી જૂની પેઢીના સેવાભાવી ડોકટર સમાજે ગુમાવ્યા છે. તેમના પરિવારમાં પત્ની, પુત્ર, પુત્રવધુ વગેરેને વિલાપ કરતાં છોડી ગયા છે. તબીબી સમાજમાં શોક છવાયો છે.


Related News

Loading...
Advertisement