દિવાળીમાં થશે ‘લક્ષ્મી બોમ્બ’નો ધડાકો

17 September 2020 12:43 PM
Entertainment India
  • દિવાળીમાં થશે ‘લક્ષ્મી બોમ્બ’નો ધડાકો

મુંબઈ તા.17
‘નવ’ના આંકડા પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરતા અક્ષયકુમારે પોતાની નવી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ને રિલીઝ કરવાની જાહેરાત કરી છે. આ ફીલ્મ 9 નવેમ્બરે દિવાળીના સપ્તાહમાં ઓટીટી પર રિલીઝ થશે. આ ફીલ્મ અગાઉ આ મહિનાની નવમી તારીખે રિલીઝ થનાર હતી.

ડિઝની + હોટસ્ટાર પર રિલીઝ થનારી આ ફીલ્મમાં અક્ષયકુમારની સાથે કિઆરા અડવાણી લીડ રોલમાં જોવા મળશે. અક્ષયકુમારે ઈન્સ્ટાગ્રામ પર નાનકડી કિલપ શેર કરીને કેપ્શન આપ્યું હતું કે, ‘આ દિવાળીમાં ઘરે ઘરે ‘લક્ષ્મી’ની સાથે એક ધમાકેદાર ‘બોમ્બ’ પણ આવશે.’


Related News

Loading...
Advertisement