ગુજરાત હાઈકોર્ટની આકરી ટકોર : રાજકોટ-જામનગરમાં સમયસર પગલા લેવાયા હોત તો આ સ્થિતિ ન બની હોત!

17 September 2020 11:38 AM
Jamnagar Gujarat Rajkot
  • ગુજરાત હાઈકોર્ટની આકરી ટકોર : રાજકોટ-જામનગરમાં સમયસર પગલા લેવાયા હોત તો આ સ્થિતિ ન બની હોત!

અમદાવાદને મોડેલ બનાવો: આઈએએસ અધિકારી સોનલ મિશ્રાને સુપરવિઝનની કામગીરી

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ રાજયમાં અમદાવાદ બાદ સુરત, રાજકોટ સહિતના મહાનગરોમાં કોરોનાની સ્થિતિ વણસી તેના પર આઘાત અને આશ્ચર્ય વ્યક્ત કરતા જે મહાનગરો અને જીલ્લાઓમાં સંક્રમણ વધી રહ્યું છે ત્યાં હાઈ એલર્ટ જાહેર કરીને આક્રમક પગલા લેવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે સરકારે પીછેહઠ કરવી જોઈએ નહી. બેકફુટ જવાની જરૂર નથી.

અમદાવાદ મોડેલ આ મહાનગરોમાં લાગુ થવું જોઈએ. હાઈકોર્ટ સરકાર કોરોના સામેની શ્રેષ્ઠ કામગીરી કરે છે તે પણ હાઈકોર્ટે સ્વીકાર્યુ હતું અને એક મુશ્કેલ સ્થિતિનો પણ સામનો કરી રહી છે તેવું નિરીક્ષણ વ્યક્ત કર્યુ હતું પણ અમો સરળ શબ્દોમાં કહેવા માંગીએ છીએ કે રાજય સરકારે પારોઠના પગલા ભરવા જોઈએ નહી.

હાઈકોર્ટે અમદાવાદમાં જે રીતે કોરોનાનું સંક્રમણ કાબુમાં લેવાતું તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે તો સુરત, રાજકોટ, જામનગરમાં તેનું પુનરાવર્તન થયું હોત તો આજે જે પરિસ્થિતિ છે તે બની ન હોત. આજે રાજકોટ અને જામનગર એ બે શહેરોમાં સ્થિતિ ખરેખર ખરાબ બની રહી છે. જો કોઈ આગોતરા પગલ લેવાયા હોય તો આ સ્થિતિ સર્જાઈ ન હોત, છતાં અમોને ખાતરી છે કે આ ઉપરાંતના તમામ શહેરોમાં સ્થિતિ નિયંત્રણમાં લેવાશે.

હાઈકોર્ટ ખાસ કરીને રાજકોટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાજકોટ મહાપાલિકાને એ નિશ્ર્ચિત કરવું પડશે કે સ્થિતિ વધુ વણસે નહી. અમદાવાદમાં જે મોડેલ બનાવ્યુ તે સમગ્ર રાજયમાં લાગુ થવું જોઈએ. હાઈકોર્ટ આઈપીએસ અધિકારી સોનલ મિશ્રાને સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કરીને તંત્રને માર્ગદર્શન આપવા જણાવ્યું હતું. ખાસ કરીને તેમાં હોસ્પીટલ અને આરોગ્યની સુવિધા અંગે તપાસ કરશે.


Related News

Loading...
Advertisement