જૂનાગઢમાં દોઢ માસમાં કોરોનાગ્રસ્ત 286 દર્દીઓના મોત : રોજિંદા 5 થી 6 દર્દીઓના મોત પર પડદો

16 September 2020 01:47 PM
Junagadh
  • જૂનાગઢમાં દોઢ માસમાં કોરોનાગ્રસ્ત 286 દર્દીઓના મોત : રોજિંદા 5 થી 6 દર્દીઓના મોત પર પડદો

તંત્રએ સતાવાર 27 મોત જાહેર કર્યાં : હકીકત કંઇક જુદી હોવાની ચર્ચા

જૂનાગઢ,તા. 16
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક માસમાં કોરોના દર્દીઓના મોત તંત્ર દ્વારા દર્શાવાય છે પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ બિહામણી છે,છેલ્લા દોઢ માસમાં જૂનાગઢ સિવિલમાં 286 દર્દીઓ કોરોનાથી મોત નોંધાયા છે. પરંતુ સરકારના ઇશારે આ મોટી સંખઅયા છુપાવવામાં આવી રહી છે. લોકને ગેરમાર્ગે દોરી રહ્યું છે. પોતાની નિષ્ક્રિયતા છુપાવવા માટે આંકડાની માયાજાળ ઉભી કરવામાં આવી રહ્યાના આક્ષેપો થઇ રહ્યા છે.

જૂનાગઢ અને જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના બેકાબુ બની રહ્યો છે. અને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં દાખવવામાં આવતી બેદરકારી-લાપરવાહી અંગે આક્ષેપો થઇ રહ્યા છે. છતાં વહીવટી તંત્રનાં ઉચ્ચ અધિકારીઓને કોઇ દરકાર ન હોય કે ઉપરથી દબાણ હોય તેમ સાચી સ્થિતિ લોકો સુધી પહોંચાડી શકાતી નથી.

ગતતા. 8થી તા. 14 સુધીમાં આરોગ્ય તંત્રએ જાહેર કરેલા આંકડા મુજબ 1329 લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે અને માત્ર 27ના જ મોત કોરોનાથી થયા હોવાનું દર્શાવાયું ચે. પરંતુસત્ય હકીકત કંઇક જુદી જ છે. કોરોના બેકાબુ બની ચુક્યો છે.

જૂનાગઢ સિવિલના કોવિડ-19 ડેથ રજીસ્ટર મુજબ 1-8થી 14-0 સુધી (દોઢ માસ)માં 286ના કોરોના દર્દીના મોત થયા છે. જેમાં જૂનાગઢ ગ્રામ્ય, કેશોદ, માણાવદર, વંથલી, વિસાવદર, મેંદરડા, ભેંસાણ સહિતનો સમાવેશ થાય છે તેમજ જામકંડોરણા, જેતપુર,ધોરાજીના દર્દીઓ પણ આવી જાય છે.દોઢ માસમાં માત્રજૂનાગઢ સિવિલમાં જ 286 મોત થયા છે જ્યારે ખાનગી હોસ્પિટલ અન્ય શહેરોમાં દાખલ થયેલા દર્દીના મોત અલગ છે.

તાજેતરમાં આરોગ્ય સચિવ રાજકોટ આવ્યાહતા ત્યારે જૂનાગઢમાં ઉચ્ચ અધિકારીઓ થોડા દિવસ આવી ધ્યાન આપે તે જરુરી છે. નહીંતર જૂનાગઢ શહેર જિલ્લાની હાલત અત્યંત ગંભીર થશે તેવી ભીતિ સેવાઈ રહી છે.


Loading...
Advertisement