વિધાનસભા ચોમાસુ સત્રમાં પાક વિમા પ્રશ્ને બે કલાકનો સમય ફાળવવા ધારાસભ્યની માંગ

16 September 2020 01:45 PM
Junagadh
  • વિધાનસભા ચોમાસુ સત્રમાં પાક વિમા પ્રશ્ને બે કલાકનો સમય ફાળવવા ધારાસભ્યની માંગ

વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રીબડીયાની અઘ્યક્ષ સમક્ષ રજુઆત

જુનાગઢ, તા. 16
ગુજરાત-સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા ચાર વર્ષથી પાક વિમાના નામે ખેડુતો સાથે છેતરપીંડી થતી હોવાનો આક્ષેપ ઉઠવા પામ્યો છે આ પ્રશ્ને વિધાનસભાના ચોમાસુ સત્રમાં પાક વિમા અને ભારે વરસાદથી થયેલા નુકસાન અંગેની ચર્ચા માટે બે કલાક સમય ફાળવવાની માંગ ઉઠવા પામી છે. ખેડુતો ત્રણ ગણું પ્રીમીયમ પાક વિમાનું એડવાન્સ તરીકે છે પરંતુ તેની નુકસાનીનું વળતર તેને મળતું જ નથી આ મુદ્દે જુનાગઢ જીલ્લામાં અનેક વખત આંદોલનો થાય છે રેલીઓ યોજાય છે

પરંતુ કોઇ પરિણામ આવતું નથી ચાલુ વર્ષમાં ભારેથી અતિ ભારે વરસાદમાં નુકસાની થવા પામી છે ખેડુતો વળતરની માંગ કરી રહ્યા છે ભારે પુર વારંવાર આવતા ખેતરો દરીયામાં ફેરવાય જવા પામ્યા છે. ત્યારે આગામી 21થી વિધાનસભાનું સત્ર થઇ રહ્યું છે ત્યારે ખેડુતોના મુદ્દે ચર્ચા કરવા બે કલાકનો સમય ફાળવવાની વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ વિધાનસભા અઘ્યક્ષને રજુઆત કરી છે.


Loading...
Advertisement