જુનાગઢમાં મુંબઇ જેવી સવલત ધરાવતી હોસ્પિટલ બનાવવા મેયરનો રિલાયન્સ ગ્રુપને પત્ર

16 September 2020 01:43 PM
Junagadh
  • જુનાગઢમાં મુંબઇ જેવી સવલત ધરાવતી હોસ્પિટલ બનાવવા મેયરનો રિલાયન્સ ગ્રુપને પત્ર

જુનાગઢનું ઋણ ઉતારવા અંબાણી પરિવારને અનુરોધ કર્યો

જુનાગઢ, તા. 16
મુળ જુનાગઢ જીલ્લાના ચોરવાડ કુકસવાડાના વતની સ્વ. ધીરૂભાઇ અંબાણીના પુત્ર મુકેશ અંબાણીને જુનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલે પત્ર લખી જણાવ્યું છે કે મુંબઇમાં બનાવેલી કોકીલાબેન અંબાણી જેવી અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ જૂનાગઢમાં પણ બનાવો ધીરૂભાઇ અંબાણીએ જુનાગઢની સ્વામિ વિવેકાનંદ હાઇસ્કુલમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમજ ઘણા વર્ષો સુધી રહી વયવસાયની શરૂઆત પણ જુનાગઢથી જ કરી હતી આમ જુનાગઢની ભૂમિનું ઋણ આપના પરિવાર પર છે. આ ઋણ ઉતારવાની તક સાંપડી છે. હાલ મુંબઇ કાર્યરત કોકીલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલ અને મેડીકલ ઇન્સ્ટીટયુટ કાર્યરત છે.

જુનાગઢ મેયર ધીરૂભાઇના જણાવ્યા મુજબ 7 સપ્ટેમ્બરના પોતે આ હોસ્પિટલની મુલાકાત લીધી હતી જેથી મારી ઇચ્છા છે કે આપ મુંબઇ જેવી હોસ્પિટલ જુનાગઢમાં બનાવો જેનો લાભ જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, ઉપલેટા, ધોરાજી, જેતપુર, જામકંડોરણા સહિતના વિસ્તારોના દર્દીઓને લાભ મળશે. પત્રમાં મેયરે જણાવ્યું છે કે તે માટે સારૂ વાતાવરણ, જમીન, ઇન્ફ્રાસ્ટ્રકચર વિગેરે આપવાની ખાત્રી આપું છું. આપા સીઇઓ સાથે ચર્ચા કરી અમારી લાગણી આપ સુધી પહોંચાડી છે જ્યારે જુનાગઢની જુની સિવિલ કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.


Loading...
Advertisement