વેરાવળની રેયોન કંપની દ્વારા પાણી-હવામાં ફેલાવતા પ્રદુષણની તપાસ માટે કમિટીની રચના

16 September 2020 01:42 PM
Veraval
  • વેરાવળની રેયોન કંપની દ્વારા પાણી-હવામાં ફેલાવતા પ્રદુષણની તપાસ માટે કમિટીની રચના

પર્યાવરણ સમિતિ દ્વારા થયેલી અરજી બાદ ટ્રીબ્યુનલની કાર્યવાહી

વેરાવળ તા.16
વેરાવળ શહેરમાં કાર્યરત ઔઘોગીક એકમ રેયોન કંપની દ્રારા હવા અને પાણીમાં પ્રદુષણ ફેલાવાતુ હોવા અંગે પર્યાવરણ સમિતિના પ્રમુખ ભગવાનભાઇ સોલંકી દ્વારા વર્ષ 2015 માં નેશનલ ગ્રીન ટ્રીબ્યુેનલમાં અરજી દાખલ કરી હતી. આ અંગે તાજેતરમાં થયેલ સુનાવણીમાં એન.જી.ટી.એ કમીટીને પ્રદુષણ અંગે તપાસ કરવા આદેશ કરેલ છે અને હવે પછી તા.5 ફેબ્રુઆરી 2021 માં વઘુ સુનવણી કરવાની તારીખ જાહેર કરી છે.

એન.જી.ટી.ના ચેરપર્સન જસ્ટીેસ આદર્શકુમાર ગોએલ, જસ્ટીેસ જયુડી.સભ્ય એસ.પી.વાગડી, એક્ષપર્ટ સભ્યી ડો.નગીન નંદાનીની બેંચમાં ગત તા.9-9-2020 ના રોજ સુનાવણી થયેલ જેમાં વેરાવળની રેયોન કંપની દ્રારા હવા-પાણીમાં ફેલાવવામાં આવતા પ્રદુષણ બાબતે સીપીસીબી સાથેની સંયુકત સમિતિ મારફત તપાસ કરવાનો હુકમ કરાયેલ છે. આ સંયુકત સમિતિમાં જીપીસીબી, ગુજરાત કોસ્ટરલ ઝોન મેનેજમેન્ટે ઓથો., રાષ્ટ્રી ય નામાંકિત સંસ્થા ઓશનોગ્રાફી-ગોવા, ગીર સોમનાથ જીલ્લાત કલેકટર જેવા તમામ ઉચ્ચન ઓથોરીટીના નિષ્ણાં ત અઘિકારીઓ રહેશે.

આ સમિતિની નોડલ એજન્સી તરીકે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ રહેશે અને સમિતિએ તપાસ કરી ત્રણ મહિનામાં અહેવાલ તૈયાર કરી આપવાનો રહેશે.અત્રે ઉલ્લેલખનીય છે કે, આ એકમથી 600 મીટરના અંતરે અરબી સમુદ્ર આવેલ છે. જેથી સી.આર.ઝેડ મંજુરી મળવાપાત્ર નથી. કારણ કે, આ એકમને કારણે લાંબા સમયથી દરીયાઇ જીવસૃષ્ટીને નુકશાન થઇ રહયુ હોવાથી અમુક જાતની માછલીઓની જાતીઓ નાશ પામી રહી છે. જેના કારણે અમુક જાતીની માછલીઓના ઉત્પાોદનમાં નોંઘપાત્ર ઘટાડો થયેલ છે. આ દરીયાઇ વિસ્તા્રમાં હજારો માઇલ દુરથી દરીયાઇ કાચબાઓ અને વ્હેનલશાર્ક માછલીઓ પ્રજનન માટે આવે છે. આમ, આ એકમ દરીયાઇ જીવસૃષ્અિમ માટે જોખમી હોવાનું રીટમાં જણાવેલ હતું.

આ અંગે કંપનીએ એક વાતચીતમાં જણાવેલ કે, 2015 માં થયેલ લોકસુનાવણી સમયે લોકો દ્રારા પ્રદુષણને લઇ અમુક મુદાઓ રજુ કરેલ હતા. જે પ્રદુષણને બંઘ કરવા અંગે જરૂરી પગલાઓ કંપનીએ લઇ કામગીરી કરી છે. જે કામગીરીનું નિરીક્ષણ અર્થે આગામી દિવસમાં ટીમ આવનાર છે. જે એક સરકારી પ્રક્રીયાનો ભાગ હોય જેને કંપની આવકારે છે. કંપની પ્રદુષણ કાયમી અંકુશમાં રહે તે માટે કટીબઘ્ઘક છે.


Loading...
Advertisement