વેરાવળ-કોડીનાર હાઇવે બિસ્માર બનતા ઉડતી ધૂળની ડમરીઓ : વાહન ચાલકોના આરોગ્ય પર જોખમ

16 September 2020 01:38 PM
Veraval
  • વેરાવળ-કોડીનાર હાઇવે બિસ્માર બનતા ઉડતી ધૂળની ડમરીઓ : વાહન ચાલકોના આરોગ્ય પર જોખમ

શ્વાસના રોગ થવાની ભીતિ દર્શાવતા વાહન ચાલકો : સમારકામની માંગ

વેરાવળ તા.16
વેરાવળ-કોડીનાર હાઇવે બીસ્માર બનતા રોડ ઉપર ધુળની ડમરીઓ ઉડતી હોવાથી લોકો પરેશાન થયેલ છે અને આ ધુળની ડમરીઓના કારણે અકસ્માત તેમજ શ્ચાસના રોગ થવાનો ભય સેવાય રહેલ છે.

ગીર સોમનાથ જીલ્લામાં ભારે વરસાદના કારણે વેરાવળ થી કોડીનાર તરફ નો નેશનલ હાઇવે અતિ બીસ્માર બનેલ છે અને દર વર્ષે વરસાદ બાદ આ રોડ રીનોવેશન કરવામાં આવે છે તેમ છતાં નબળી ગુણવત્તા વાળો રોડ બનતા વરસાદ બાદ આ રોડ ફરી બીસ્માર બની જાય છે અને હાલ રોડ ઉપર ખડા પડી ગયેલ છે. વરસાદ રહેવાની સાથે જ રોડ ઉપર ધુળ ઉડવાનું શરૂ થયેલ છે

ત્યારે આ વિસ્તારમાં મોટી ખાનગી કંપનીઓ આવેલ છે જેના ભારેખમ વાહનો પસાર થતા હોય ત્યારે મોટા વાહનોના લીધે રોડ ઉપરની ધુળ ઉડવાનુ શરૂ થાય છે જેના લીધે નેશનલ હાઇવે રોડ ઉપર આવેલા ગામોમાં કાંજલી, સોનારીયા અને સુત્રાપાડા ફાટક પાસે રહેતા લોકો તેમજ રોડ ઉપર દુકાન ધરાવતા અને રોજગારી મેળવતા લોકો પણ ધુળ ઊડવાને લીધે મુશ્કેલીમાં મુકાયા છે.

મોટા વાહનો પાછળ મોટર સાયકલ લઇને પસાર થતા રાહદારીઓ ધુળ ઉડતી હોવાથી રોડ ઉપર કંઇ દેખાતું ન હોય અકસ્માતનો ભય સાથે સતત ઉડતી ધુળના લીધે શ્ચાસ વાટે શરીરમાં પ્રવેશ થતાં રોગચાળોનો પણ ભય લોકોને થઇ રહ્યો છે ત્યારે મજબૂત અને યોગ્ય રોડ વ્હેલી તકે બને તેવી લોકોમાંથી માંગ ઉઠેલ છે.

સોમનાથમાં ઘોડાસવારી અને ઉંટ સવારી બંધ હોવાથી રોજગારી મેળવવી મુશ્કેલ બનેલ છે.
દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવના દર્શનાર્થે યાત્રીકો આવતા હોય છે પણ આ વર્ષે કોરોના વાયરસની મહામારી ને લીધે સોમનાથ મંદિર પણ યાત્રીકો ઓછી સંખ્યામાં આવે છે અને જે પણ દર્શનાર્થઓ આવતા હોય તે મોટા ભાગે અરબી સમુદ્રના દરિયા કાંઠે જતા હોય

પરંતુ આ વર્ષે યાત્રીકો ઓછી સંખ્યામાં આવતા ચોપાટીએ ઉંટ અને ઘોડા સવારી કરાવી રોજગારી મેળવતા લોકો બેરોજગાર બનેલ છે. સોમનાથ માં આશરે 30 જેટલા લોકો ઉંટ સવારી તેમજ 1પ જેટલા ઘોડા સવારી કરાવતા લોકો રોજગારી મેળવતા હોય જયારે હાલમા ઉંટ અને ઘોડા માટે ઘાસચારા ના પૈસા પણ નીકળતા નથી અને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યુ છે.


Loading...
Advertisement