ચાઈના જાસુસી મામલામાં જૂનાગઢના મેયરનું નામ ઉછળ્યું : વડાપ્રધાનને રજૂઆત કરાશે

16 September 2020 01:37 PM
Junagadh
  • ચાઈના જાસુસી મામલામાં જૂનાગઢના મેયરનું નામ ઉછળ્યું : વડાપ્રધાનને રજૂઆત કરાશે

જૂનાગઢ,તા. 16
જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલના જણાવ્યા મુજબ મારી જાસુસીની જાણ વડાપ્રધાનને જાણ કરવામાં આવશે. ગુજરાતના 5 લાખથી મળી દેશના 30 લાખથી વધુ લોકોની ચાઈના દ્વારા જાસુસી કરવામાં આવતી જાસુસનો મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. કોરોના મહામારીમાં ચીનની આ નવી અવળચંડાઈ સામે આવી છે. ચાઈના દ્વારા કરાતી જાસુસીમાં જૂનાગઢના મેયરની જાસુસી સામેલ હોવાનું સામે આવ્યું છે.

આ અંગે જૂનાગઢના મેયર ધીરુભાઈના જણાવ્યા મુજબ ગુજરાતની આઠ મહાનગરપાલિકાઓમાંથી જૂનાગઢ અને વડોદરાના મેયર જીગીશાબેન શાહની જાસુસી થતી હોવાનું બહાર આવ્યું છે. જેની દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાણ કરવામાં આવશે,મને વિશ્ર્વાસ છે કે આ મામલે ગર્વમેન્ટ જરુર પગલા લેશે. ખાસ કરીને કોરોના મહામારીમાં ચાઈના વિશ્ર્વમાં ખુલ્લુ પડીને વગોવાઈ જવા પામ્યું છે. આપણા વડાપ્રધાને ચાઈનાની મોબાઈલ એપ બંધ કરી દીધી છે અનેક ચીજવસ્તુઓની આયાત પર રોક લગાવી છે, દેશને આત્મનિર્ભર બનાવવાના પગલે ચીને મોટો ફટકો પડ્યો છે આર્થિકફટકો સહન ન થતાં ચીન ઘાંઘું બન્યું છે. ત્યારે આવી હરકતો કરી રહ્યું છે.


Loading...
Advertisement