સુત્રાપાડાના સીંગસર ગામે ચરસ-ગાંજા સાથે ઝડપાયેલ શખ્સની કબુલાત : ખંડેશ્ર્વરી બાપુની સંડોવણી

16 September 2020 01:35 PM
Veraval
  • સુત્રાપાડાના સીંગસર ગામે ચરસ-ગાંજા સાથે ઝડપાયેલ શખ્સની કબુલાત : ખંડેશ્ર્વરી બાપુની સંડોવણી

20 હજારનો મુદામાલ કબ્જે લઇ આરોપીને રીમાન્ડમાં લેવા તજવીજ

વેરાવળ તા.16
સુત્રાપાડા તાલુકાના સીંગસર ગામેથી એસ.ઓ.જી. બ્રાન્ચે ગાંજો તથા ચરસ મળી રૂા.20 હજારના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી લીધેલ જયારે આ જથ્થો ખંડેશ્વરી બાપુ પાસેથી લીધેલ હોવાની કબુલાત આપતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.

ગીર-સોમનાથ જીલ્લા એસ.ઓ.જી. બ્રાન્ચના એ.એસ.આઇ. લખમણભાઇ મેતા ને મળેલી બાતમીના આધારે પી.આઇ. એસ.એલ.વસાવા, પી.એસ.આઇ. વી.આર.સોનારા, એ.એસ.આઇ. નરવણસિંહ ગોહિલ, વિજયભાઇ બોરખતરીયા, હે.કો. ગોવિંદભાઇ વંશ, નરેન્દ્રભાઇ કછોટ, સુભાષભાઇ ચાવડા, ઇબ્રાહીમશા બાનવા, નારણભાઇ ચાવડા, ભુપતગીરી મેઘનાથી તેમજ એફ.એસ.એલ. ના અધિકારી પી.જે.કુરાણી વિગેરેએ સુત્રાપાડા તાલુકાના સીંગસર ગામે કબ્રસ્તાન પાસે દરોડો પાડતા લાલન રજાક ઉર્ફે કાળુ ઓસમાણ નામના શખ્સની તલાસી લેતા તેની પાસેથી કાળા પ્લાસ્ટીકના પેકેટમાં માદક પદાર્થ ગાંજો વજન 4પ0 ગ્રામ કીં.રૂા.4500 તથા ચરસ 100 ગ્રામ કીં.રૂા.15 હજાર અને સેમસંગ મોબાઇલ ફોન કીં.રૂા.500 મળી કુલ રૂા.20 હજાર ના મુદામાલ સાથે ઝડપી લઇ આ માદક જથ્થો કયાંથી લાવેલ તે અંગેની પુછપરછ કરતા કોડીનાર તાલુકાના સીંધાજ ગામે ફાટક પાસે આવેલ હનુમાન ટેકરી વાળા ખંડેશ્વરી બાપુ પાસેથી આવેલ હોવાનું જણાવતા આ બન્ને વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


Loading...
Advertisement