વેરાવળ પંથકમાં 25000 વ્યકિતઓને વિમા કવચમાં આવરી લેવાની કામગીરી

16 September 2020 01:33 PM
Veraval
  • વેરાવળ પંથકમાં 25000 વ્યકિતઓને વિમા કવચમાં આવરી લેવાની કામગીરી

તાલુકા ભાજપ દ્વારા ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ

વેરાવળ તા.16
વેરાવળ તાલુકા ભાજપ પરીવાર દ્વારા તાલુકાના 25 હજાર જેટલા લોકોને વીમા કવચનો લાભ મળે તે અંગેની કામગીરીનો પ્રારંભ જીલ્લા ભાજપ પ્રમુખ સહીતના પદાધિકારીઓ, આગેવાનોની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ છે અને અત્યાર સુધીમાં બે હજાર પરીવારોને પોલીસી આપવામાં આવેલ છે.

વેરાવળ તાલુકા ભાજપના મહામંત્રી એડવોકેટ વિજયસિંહ પરમારનું અવસાન થતા તેમની પ્રાર્થના સભા માં તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકી દ્વારા તાલુકાના 25 હજાર પરિવારોની એક વ્યક્તિને રૂા.બે લાખના વીમા પોલિસીનું પ્રીમિયમ ભરી પોલીસી ઉતારી તાલુકાના લોકોને અર્પણ કરવાની નેમ લઇ આ કામગીરી એક મહિનાની અંદર પૂર્ણ કરવાનું જણાવેલ તે મુજબ તાલુકાના 25 હજાર લોકોને વિમા કવચ હેઠળની કામગીરીનો પ્રારંભ તાલુકાના ઇણાજ ગામેથી ગીર-સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, પ્રો.જે.એસ.વાળા, મહામંત્રી ગોવિંદભાઇ મેર, તાલુકા પંચાયતના સભ્ય એ.ડી.મેર, રાજશીભાઇ રાઠોડ, બીજના સરપંચ નલીનભાઇ, નાખડાના ભીખાભાઇ, રામપરાના રણસીંહભાઇ, ઇન્દ્રોયના કાનાભાઇ, મીઠાપુરના રામબાપા, સરપંચ દીલીપભાઇ, મેઘપુરના ગોવિંદભાઇ, કરશનભાઇ સહીતના પદાધિકારીઓ, આગેવાનોની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ અને ઇણાજ તથા ઇન્દ્રોય ગામ સહીતમાં અત્યાર સુધીમાં બે હજાર જેટલા પરીવારોને વિમા કવચની પોલીસી આપવામાં આવેલ તેમજ આ તકે તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકી સહીતના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.


Loading...
Advertisement