ખીરસરા-લોધીકા રોડ પર રૂા. 2.82 લાખની દારૂ ભરેલી કાર સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો

16 September 2020 01:25 PM
Rajkot
  • ખીરસરા-લોધીકા રોડ પર રૂા. 2.82 લાખની દારૂ ભરેલી કાર સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો

564 નંગ દારૂની બોટલ, કાર અને મોબાઇલ સહિત રૂા. 7.87 લાખનો મુદ્દામાલ કબ્જે : રાજકોટનાં દેવપરાનાં બ્રિજેશ ઝાલાએ હરિયાણાથી દારૂ મંગાવ્યો હોવાનું ખુલ્યું

રાજકોટ, તા. 16
ખીરસરા-લોધીકા રોડ પરથી રાજકોટનો શખ્સ રૂા. 2.82 લાખના દારૂ ભરેલી કાર સાથે ઝડપાયો હતો. કાર, 564 દારૂની બોટલ સહિત રૂા. 7.87 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. દારૂ હરીયાણાથી મંગાવ્યો હોવાનું આરોપીની પુછપરછમાં ખુલ્યુ છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, લોધીકા પોલીસ મથકનાં પીએસઆઇ કે.એ.જાડેજા, ઉપેન્દ્રસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમીને આધારે ખીરસરા-લોધીકા રોડ પરથી પસાર થઇ રહેલી જીજે 01 કેબી 4523 નંબરની કારને અટકાવતા ચાલકની પુછપરછ કરતાં પોતાનું નામ કૃષાંગ મુકેશભાઇ તળપદા (પટેલ) (રહે. રાજકોટ, કોઠારીયા મેઇન રોડ, હુડકો ક્રિષ્ના રોડ, દીપ્તીનગર-3, મુળ ગામ-રૂપાવટી, તા. પડધરી)ની અટકાયત કરી કારની તલાસી લેતા તેમાંથી રૂા. 2.82 લાખની 564 દારૂની બોટલ રૂા. 2.82 લાખની મળી આવી હતી. પોલીસે કૃષાંગ પટેલ પાસેથી કાર, મોબાઇલ અને દારૂના જથ્થા સાથે કુલ રૂા. 7.87 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

લોધીકા પોલીસે કૃષાંગની પુછપરછ કરતાં દારૂનો જથ્થો રાજકોટ દેવપરાના બ્રિજેશ ઉર્ફે ભુરો ઝાલાએ હરીયાણાથી દારૂ મંગાવ્યો હતો. આ અંગે પોલીસે બ્રિજેશ ઝાલાને ઝડપી લેવા કવાયત આદરી છે.


Related News

Loading...
Advertisement