ડુંગળીની નિકાસના પ્રતિબંધને પગલે નાસિકમાં હરાજી બંધ

16 September 2020 01:17 PM
India
  • ડુંગળીની નિકાસના પ્રતિબંધને પગલે નાસિકમાં હરાજી બંધ

કેન્દ્ર સરકારે લીધેલા અચાનક નિર્ણયને પગલે ખેડૂતો અને વેપારીઓમાં રોષ, ‘રસ્તા રોકો’ આંદોલનને પગલે હાઇવે પર ટ્રાફીક જામ

મુંબઇ તા. 16
દેશમાં કંદમુળનું સૌથી મોટુ હોલસેલ માર્કેટ ગણાતા નાશિકના લસલગાંવ એપીએમસીમાં ડુંગળીની હરરાજી બંધ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે ડુંગળીનાં વધતા જતાં ભાવને અંકુશમાં લેવા માટે ડુંગળીની નિકાસ પર હાલ તબકકે પ્રતિબંધ લાદી દીધો છે. જેને પગલે હોલસેલ ભાવમાં કડાકો બોલતાં રસ્તા રોકો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

નાશિકનાં ડઝન જેટલા એપીએમસી અને પિંપલગાંવમાં સવારે ડુંગળીની હરરાજી બંધ રાખવામાં આવી હતી. લસલગાંવ એપીએમસી બહાર રસ્તા રોકો આંદોલન કરવામાં આવતે હાઇવે પર એકથી બે કલાક સુધી ટ્રાફીક જામની પરિસ્થિતિ સજાઇ હતી.

વાશીના એપીએમસીમાં ડુંગળીના ભાવ પહેલાંની જેમ યશાવત રહયા હતા અથવા તો તેમાં કહેવા પુરતો ઘટાડો નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એક જ મહિનામાં ડુંગળીના ભાવ 3 ગણા વધી જતા કેન્દ્ર સરકારે સોમવારે અચાનક જ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો હતો.સ જો કે ખેડુતો અને વેપારીઓ પર તેના ઘેરા પડઘા પડયા છે. જેની અસર ઠેર ઠેર જોવા મળી રહી છે. સરકારના આ નિર્ણયથી ભાવ ઘટયા છે. પરંતુ તે ટુંકમાં જ ઉંચકાય તેવી પણ શકયતા છે.

ગુજરાતમાં મહુવાની બજારોમાં આજે ડુંગળીના ભાવ સ્થિર રહયા હતા અને 20 કિલોના ભાવ 560 રૂપિયા સુધી બોલાયા હતા. જયારે નાશિકમાં ડુંગળીના ભાવ વધીને 28 થી 30 રૂપિયા હતા જે ઘટીને 21 થી 24 રૂપિયા થયા છે.


Related News

Loading...
Advertisement