જસદણના ખડવાવડી ગામની સીમમાં દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકી:રૂા. 9.30 લાખનો દારૂ ઝડપાયો

16 September 2020 01:15 PM
Jasdan Rajkot
  • જસદણના ખડવાવડી ગામની સીમમાં દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકી:રૂા. 9.30 લાખનો દારૂ ઝડપાયો

ખડવાવડીનો વાડી માલીક સુરેશ માલકીયા અને દારૂનો જથ્થો લેવા આવેલ રાજકોટના વિજયસિંહ ઝાલા ની 14.30 લાખના મુદામાલ સાથે ધરપકડ:ભાડલાના પીએસઆઇ એચ.પી.ગઢવી તથા ટીમનો સપાટો

રાજકોટ,તા.16
જસદણના ખડવાવડી ગામની સીમમાં દારૂના જથ્થાનું કટીંગ થતુ હતુ ત્યારે જ ભાડલા પોલીસે ત્રાટકી રૂ.9.30 લાખના દારૂના જથ્થા સાથે જસદણ પંથકના એક અને રાજકોટના એક એમ બે શખ્સોને ઝડપી લીધા હતાં.ભાડલા પોલીસે કુલ રૂ.14.30 લાખનો મુદામાલ કબ્જે કરી બન્નેની પુછતાછ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,જીલ્લામાં દારૂ - જૂગારની બદી ડામવાની રાજકોટ રૂરલ ઇન્ચાર્જ એસ.પી.સાગર બાગમારની સુચના અન્વયે ભાડલા પોલીસ મથકન પીએસઆઇ એચ.પી.ગઢવી તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કો.વલ્લભભાઇ બાવળીયા તથા પો. કો. લાલજીભાઇ તલસાણીયાને મળેલ બાતમી આધારે જસદણના ખડવાવડી ગામની સીમમાં સુરેશ લાધાભાઇ માલકીયા (રહે.ખડવાવડી ગામની સીમમાં આવેલી વાડીએ)પિતાની વાડીમાં જીજે03 ડીએન 2520 નંબરની ટાટા સુમો કારમાં દારૂના જથ્થાનું કટીંગ થતુ હતુ

ત્યારે જ દરોડો પાડી વાડીમાંથી જૂદી-જૂદી બ્રાન્ડનો દારૂ 180 પેટી (બોટલ નંગ ર160) રૂ.9.30 લાખ,ટાટા સુમો તથા મોબાઇલ મળી કુલ રૂ.14.30 લાખના મુદામાલ સાથે વાડી માલીક સુરેશ માલકીયા અને દારૂનો જથ્થો લેવા આવેલ વિજયસિંહ સુરૂભા ઝાલા(રહે.દૂધસાગર રોડ એચ. જે. સ્ટીલની બાજુમાં માજોઠીનગર,રાજકોટ)ને ઝડપી લીધા હતાં.

ખડવાવડી ગામના સુરેશ માલકીયાની વાડીમાં દારૂનો જંગી જથ્થો ઉતર્યા બાદ રાજકોટનો વિજયસિંહ ઝાલા દારૂનો જથ્થો લાવવા ટાટાસુમો કાર લઇને આવ્યો હતો અને પોલીસે દરોડો પાડયો હતો.


Related News

Loading...
Advertisement