સૌરાષ્ટ્ર-કચ્છ કોરોના વાઇરસમાં ઘેરાયુ : વધુ 467 પોઝીટીવ કેસ

16 September 2020 01:13 PM
kutch Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છ કોરોના વાઇરસમાં ઘેરાયુ : વધુ 467 પોઝીટીવ કેસ

રાજકોટ 141, જામનગર 23, ભાવનગર 38, જુનાગઢ 35, અમરેલી 30, મોરબી 28, સુરેન્દ્રનગર 18, ગીર સોમનાથ 14, બોટાદ 15, પોરબંદર 5, દ્વારકા 4 અને કચ્છમાં 19 પોઝીટીવ કેસ : અનેક જિલ્લાઓમાં વેપારી સંગઠનો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા : વેપારમાં કોરોનાનું ગ્રહણ

રાજકોટ, તા. 16
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ કોરોના લપેટમાં ચડી જતા કોરોના પોઝીટીવ કેસ સાથે મૃત્યુઆંક પણ લોકોને ધ્રુજાવી રહ્યો છે. મોઢે માસ્ક, સેનેટાઇઝરનો ઉપયોગની તકેદારી દાખવવામાં લોકોની બેદરકારીને પગલે સાજા સારા લોકો અચાનક કોરોનાની ઝપટમાં ચડી રહ્યા છે. સરકારી-ખાનગી કોવિડ સેન્ટરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંક સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના 450થી વધુ લોકો સંક્રમીત થઇ રહ્યા છે. જેમાં રાજકોટ શહેર જિલ્લો મોખરે રહ્યો છે.

રાજકોટ જિલ્લામાં ગઇકાલે કોરોના દર્દીઓની સંખ્યામાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો તો બીજી તરફ 39 દર્દીઓના મોતના પગલે સ્થિતિ વધુ ભયાવહ બની છે. ગઇકાલે રાજકોટ જિલ્લામાં 141 પોઝીટીવ કેસ નોંધાયા હતા જેમાં રાજકોટ શહેર 94 અને તાલુકા ગ્રામ્ય 47 મળી 141 પોઝીટીવ કેસ જાહેર થયા હતા તો બીજી તરફ સૌપ્રથમ વખત 226 દર્દીઓ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

ભાવનગર
ભાવનગર જિલ્લામા વધુ 38 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 3,560 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 17 પુરૂષ અને 8 સ્ત્રી મળી કુલ 25 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના માલણકા ગામ ખાતે 1, ઘોઘા તાલુકાના માલપર ગામ ખાતે 1, જેસર ખાતે 1, પાલીતાણા ખાતે 3, સિહોર તાલુકાના નેસડા ગામ ખાતે 1, તળાજા તાલુકાના ટાઢાવડ ગામ ખાતે 1, ઉમરાળા તાલુકાના પરવાળા ગામ ખાતે 1, ઉમરાળા તાલુકાના ધારૂકા ગામ ખાતે 1, ઉમરાળા તાલુકાના દડવા ગામ ખાતે 1, ઉમરાળા તાલુકાના રામણકા ગામ ખાતે 1 તેમજ વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ગામ ખાતે 1 કેસ મળી કુલ 13 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના 37 અને તાલુકાઓના 9 એમ કુલ 46 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામા નોંધાયેલા 3,560 કેસ પૈકી હાલ 418 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 3,080 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 55 દર્દીઓનુ અવસાન થયેલ છે.

મોરબી
મોરબી જિલ્લામાં વધુ 28 પોઝીટીવ કેસ નોંધાયા હતા જેમાં તાલુકાના 15 કેસોમાં વાંકાનેર 4, હળવદ 6, ટંકારા 3 મળી 28 કેસ નોંધાયા હતા. જિલ્લાનો કુલ પોઝીટીવ આંક 1354 પર પહોંચ્યો છે.

ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લાઓના ચાર તાલુકામાંથી 14 જેટલા કોરોનાના ગઇ કાલે પોઝીટીવ કેસો આવેલ છે. સારવાર હેઠળના 19 દર્દીઓ સ્વઠસ્થજ થતા ડીસ્ચાલર્જ કરાયા છે. જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 1249 પર પહોંચેલ છે.

ગીર સોમનાથ જીલ્લાથના ચાર તાલુકાઓમાંથી 14 પોઝીટીવ કેસો આવેલ છે જેમાં સુત્રાપાડાના - 3, કોડીનારના - 3, ઉનાના - 5, તાલાલાના - 2 અને અન્ય જીલ્લાના 1 મળી કુલ 14 પોઝીટીવ દર્દીઓ આવેલ છે. જયારે સારવાર હેઠળના વેરાવળના 3, કોડીનારના 5, ઉનાના 7, ગીર ગઢડાના 2, તાલાલાના 1 અને અન્ય જીલ્લાના 1મળી કુલ 19 દર્દીઓ સ્વનસ્થ, થતા ડીસ્ચાર્જ કરી દેવાયેલ છે.

દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના કોરોના ધીમી ગતિએ વધી પણ રહ્યો છે. જે વચ્ચે ગઈકાલે મંગળવારે જિલ્લામાં તેર નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. દ્વારકાના 6, ભાણવડના 4, ખંભાળિયાના 2, તથા કલ્યાણપુરનો એક મળી કુલ 13 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ વચ્ચે ગઈકાલે ખંભાળિયાના 3, દ્વારકાના 2, તથા કલ્યાણપુર અને ભાણવડના એક-એક મળી કુલ સાત દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 58 જાહેર થઈ છે.

કોરોના મહામારીમાં જિલ્લામાં આજ સુધી (જુના આંકડા મુજબ) સરકારી ચોપડે કુલ 26 પૈકી કોવિડ-19 રોગમાં માત્ર છ જ મૃત્યુ નોંધાયા છે. જ્યારે નોન કોવિડ 20 મૃત્યુ થયા છે.

બોટાદ
બોટાદ જિલ્લામાં પોઝીટીવ કેસ નોંધાયા ફફડાટ ફેલાયો છે. બોટાદ શહેરમાં 10, ગઢડાના ઉગામેડી, બરવાળાના રામપરા, માંડવા, બરવાળા, રાફડા ગામ મળી 15 પોઝીટીવ કેસ નોંધાયા હતા.

પોરબંદર
પોરબંદર જિલ્લામાં 24 કલાક દરમિયાન વધુ પાંચ પોઝીટીવ કેસ નોંધાયા હતા અત્યાર સુધીમાં 49 દર્દીઓના મોત નોંધાયા છે.

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર વધુ 44 પોઝીટીવ કેસો નોંધાયા છે. સુરેન્દ્રનગર 11, ચોટીલા 11, લખતર 10, ધ્રાંગધ્રા 10, મુળી અને પાટડી 1-1 કેસ નોંધાયો હતો.

અમરેલી
અમરેલી જિલ્લામાં ગઈકાલે વધુ 30 કોરોનાના કેસ સામે આવેલ છે. 30 વર્ષથી લઈને 92 વર્ષ સુધીના નાગરિકો કોરોનાથી સંક્રમિત બનતા ફફડાટ ફેલાયો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં એક હજાર જેટલા કેસનો વધારો થતાં જિલ્લાની જનતાની ચિંતા વધી રહી છે.
અમરેલી જિલ્લામાં ગઈકાલે વધુ 10દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. હાલ 245 દર્દીઓ સારવાર મેળવી રહૃાાં છે. જિલ્લામાં કોરોનાનાં કુલ દર્દીઓનો આંક 1671 થયો છે.

જુનાગઢ
ગઇકાલે તંત્ર દ્વારા વધુ 35 કોરોના ગ્રસ્ત દર્દીઓ જાહેર કર્યા છે. જેમાં જુનાગઢ સીટીના 17, કેશોદ 5, ભેંસાણ માળીયા 3-3, માણાવદર બે અને વિસાવદર, વંથલી, માંગરોળ, મેંદરડા અને જુનાગઢ તાલુકામાં એક એક સહિત કુલ 35 રેકર્ડ ઉ5ર નોંધાયા છે.

ગઇકાલે કુલ 35 કોરોના ગ્રસ્ત દર્દીઓનો રીપોર્ટ નેગેટીવ આવતા રજા આપવામાં આવી છ. જેમાં જુનાગઢના 16, કેશોદના 5, માણાવદર 4, વિસાવદર 3, માળીયા 2 અને જુનાગઢ તાલુકા, મેંદરડા, માંગરોળ અને વંથલીના એક એકનો સમાવેશ થાય છે.જ્યારે એકપણ કોરોના દર્દીનું મોત રેકર્ડ ઉપર થવા પામ્યું નથી.

સલાયામાં સપ્તાહમાં બે દિવસસ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય
સલાયાના વેપારી ભાઇઓ અઠવાડિયામાં બે વખત રવિવાર તથા સોમવારે અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખશે.કોરોના-19નું સંક્રમણ વધતા આ રોગચાળો વધતો અટકે તે માટે સમસ્ત સલાયા ગામના અનાજ, કરીયાણા, કાપડ, કટલેરી, પાન બીડી, વાસણ, દરજી કામ તમામ વેપારીભાઇઓ અઠવાડિયામાં બે વખત રવિવાર તથા સોમવાર તમામ ધંધા રોજગાર બપોર બાદ બંધ રાખશે.

મોરબી એસ.ટી.ના વધુ ચાર કર્મચારી કોરોના પોઝીટીવ

235નો ટેસ્ટ કરાવતું તંત્ર
મોરબી એસટી વિભાગમાં દિવસેને દિવસે કોરોના કેસની સંખ્યામાં વધારો થયો છે અગાઉ જિલ્લા એસટીમાં સાત જેટલા કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યા બાદ વધુ ચાર વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની માહિતી એસ.ટીના સૂત્રો પાસેથી મળેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી એસટી વિભાગમાં કુલ મળીને ડ્રાઈવર કંડકટર સહિત 275 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે જેમાંથી અગાઉ 125 જેટલા કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાંથી ડ્રાઇવર, કંડકટર, ક્લાર્ક, હેલ્પર સહિત કુલ સાત કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ વધુ 110 કેટલા કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા તે પૈકીના ચાર કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યા એટલે કે આજની તારીખે મોરબી એસટીમાં કુલ 11 કર્મચારીઓ કોરોના પોઝિટિવ છે હજુ 30 જેટલા કર્મચારીઓ ના સેમ્પલ લેવાના બાકી હોવાનું જાણવા મળેલ છે.

જામનગર સરકારી કોવિડ હોસ્પિટલના હેડ નર્સનું મોત : કર્મચારીઓમાં ગમગીની

દર્દીઓની સારવારમાં સંક્રમીત થતા સારવારમાં મોત
જામનગરની સરકારી જી.જી.કોવિડ હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઉભરાઇ રહી છે. કોરોનાની જટીલ સારવારમાં દર્દીઓના સંપર્કથી કોરોનાગ્રસ્ત બનેલા હેડ નર્સનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ સારવારમાં મોત થતા નર્સીંગ સ્ટાફમાં ગમગીની ફેલાઇ જવા પામી છે. સરકારી જી.જી.હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતા હંસાબેન નિનામા કોરોના દર્દીઓની સારવાર દરમિયાન સંક્રમીત થતા કોવિડ વોર્ડમાં છેલ્લા બે દિવસથી વેન્ટીલેટર પર હતા તેમનું સારવારમાં મોત થતા કર્મચારીઓ શોક મગ્ન બન્યા છે. અગાઉ પણ જી.જી. હોસ્પિટલમાં એક સ્ટાફ નર્સનું મોત થયું હતું.

લખતર મામલતદાર કચેરીના ત્રણ કર્મચારીઓ સંક્રમીત : કચેરી બંધ

સબ રજીસ્ટ્રાર, બે રેવન્યુ તલાટીનો રીપોર્ટ પોઝીટીવ
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. સરકારી અને અર્ધ સરકારી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, વેપારીઓ અને આમ જનતા કોરોનાની લપેટમાં સપડાઇ રહી છે. ત્યારે લખતર મામલતદાર કચેરીમાં ત્રણ કર્મચારીઓ સંક્રમીત થતા કચેરી શનિવાર સુધી બંધ રાખવામાં આવી છે.

લખતર મામલતદાર કચેરીના સબ રજીસ્ટ્રાર અને બે રેવન્યુ તલાટીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તમામ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ થતા નેગેટીવ આવ્યો હતો તકેદારીના ભાગરૂપે કચેરી શનિવાર સુધી બંધ રાખવા તંત્રએ નિર્ણય લીધો છે.


Related News

Loading...
Advertisement