રાજુલાથી ઝડપાયેલ 6 યુવતિઓની જ્ઞાતિ અંગેની તટસ્થ તપાસની માંગ

16 September 2020 01:04 PM
Amreli
  • રાજુલાથી ઝડપાયેલ 6 યુવતિઓની જ્ઞાતિ અંગેની તટસ્થ તપાસની માંગ

બારોટ સમાજ દ્વારા આવેદનપત્ર આપી કરી રજુઆત

અમરેલી, તા. 16
રાજુલામાં બારોટ સમાજ દ્વારા મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવવામાં આવેલ છે.આવેદન પત્રમાં જણાવેલ છે કે, રાજુલાના હીંડોરણા ચોકડીથી તા.10/9 હિન્દી ભાષી છ છોકરીને ચેનચાળા કરતા કોઈ મોટો ક્રાઈમનો અંજામ આપે તે પહેલા રાજુલા મહિલા પોલીસે પકડી તેને પોલીસ મથકના પી.આઈ. આર.એમ. ઝાલા દ્વારા પૂછતાછ શરૂ કરાતા તે અમદાવાદની ઓઢવ વિસ્તારની છે

અને તેઓનું આધારકાર્ડ માંગતા તેઓના આધારકાર્ડની તપાસ કરતા તે બારોટનું હોવાથી પોલીસને વધુ શંકા જતા પોલીસે ત્રીજુ નેત્ર ખોલતા તેના આધારકાર્ડ કઢાવી જોતા પી.આઈ. ઝાલા વિસ્મય પામી ગયા જેમાં છએ છ છોકરીઓના આધારકાર્ડમાં જાતી બારોટ લખેલ વંચાતા વધુ પૂછપરછ હાથ ધરાઈ તેમાં તેજ દિવસે ર0છોકરી ઉના શહેરમાંથી પણ પકડાઈ છે તે તમામ દરેક જિલ્લામાં યેનકેન પ્રકારે લોકો પાસેથી રૂપિયા કઢાવવાનું કામ કરે છે.

આ બાબતે પકડાયેલ આરોપી યુવતીઓમાં (1) પૂજાકુમારી લાલાભાઈ બારોટ (2) રીનાબેન રાજુભાઈ બારોટ (3) ભાવનાબેન શાંતિલાલ બારોટ (4) મીતુબેન રાજેશભાઈ બારોટ (5) નીલાબેન દિલીપભાઈ બારોટ (6) સીમાબેન ચીમનભાઈ બારોટ આ પ્રમાણે એફઆઈઆર દાખલ કરી ધોરણસર કાર્યવાહી ગૃહવિભાગ અને ગુજરાત રાજયના તમામ ડીઆઈજી દ્વારા થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.

કારણ થોડા દિવસો પહેલા આવી જ છોકરીઓ પ્રાંતીજથી પણ પકડાયેલ છે. ગુજરાતમાંથી ક્રાઈમ નેસ્તનાબુદ કરવો હોય માટે ગુજરાત ભરના બારોટ સમાજ તેમજ બારોટ સમાજની બે રાષ્ટ્રીય સંસ્થા એક બારોટ સમાજની અખિલ ભારતીય ભાટ, રાવ બારોટ, બ્રહ્મભટ્ટ છેક કેરલ સુધીની રાષ્ટ્રીય સંસ્થા/ બીજી બારોટ સમાજની અખિલ ભારતીય વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના સમસ્ત બારોટ સમાજને આ ફર્જી બારોટ સમાજને બદનામ કરતી છોકરીઓની ગેંગ પકડી પાડી ગુજરાતમાં થતું ક્રાઈમ નેસ્ત નાબુદ કરવા સમસ્ત બારોટ સમાજની માંગ છે.

આ બાબતે ગુજરાતથી લઈ રાજસ્થાન, મઘ્ય પ્રદેશ, ઉતરપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્રથી સમસ્ત વિધ વિધ નામથી ઓળખાતી જેવા કે બારોટ, ભાટ, રાવ, જાગા સહિત સમસ્ત સરસ્વતી પુત્ર, બારોટ સમાજને કલંક લગાડનાર પકડાયેલ છ છોકરીઓની પાછળ જબરદસ્ત ક્રાઈમ ગેંગનો તટસ્થ તેથી તપાસ કરવા બારોટ સમાજે માંગ કરી છે.


Loading...
Advertisement