બેટ દ્વારકા પોલીસ ચોકીને તાળા મારી આરામ ફરમાવતી પોલીસ

16 September 2020 01:03 PM
Jamnagar
  • બેટ દ્વારકા પોલીસ ચોકીને તાળા મારી આરામ ફરમાવતી પોલીસ

સંવેદનશીલ દરિયાઇ સરહદ હોય દેશની સલામતી સામે મોટો સવાલ

ઓખા, તા. 16
દ્વારકા તાલુકાના સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાતાં પાકિસ્તાની જળસીમાથી માત્ર 85 નોટીકલ માઇલ દૂર આવેલા બેટ દ્વારકામાં સુરક્ષામાં મોટી કચાશ સમા મસમોટાં છીંડા બહાર
આવ્યા છે.

પાકિસ્તાની જળસીમાથી અત્યંત નજદીક હોવાના કારણે તેમજ ભૂતકાળમાં વ્યુહાત્મક દ્રષ્ટિએ અતિ મહત્વના કેન્દ્ર ગણાતા વિસ્તારો પૈકીના એક એવા ઓખા કે જ્યાં નેવી તેમજ કોસ્ટગાર્ડની કચેરીઓ પણ આવેલી છે તેનાથી તદ્દન નજીક આવેલા બેટ દ્વારકા ખાતે આવેલ ઓખા મરીન પોલીસ સ્ટેશનના તાબા હેઠળની બેટ દ્વારકા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન કે જે જે સ્થળે રાઉન્ડ ધ કલોક ચોકી કરવાની હોવા છતાં ગત સાંજે 6.30 કલાક આસપાસ આ પોલીસ સ્ટેશનના થાનેદાર જ ચેકપોસ્ટને બંધ કરી આરામ ફરમાવી રહ્યા હોય તે દર્શાવે છે કે ગુજરાતના દરિયા કિનારાના મહત્વના સ્થળોએ સુરક્ષાનું સ્તર કેટલું છે.

ભૂતકાળમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ કાંડમાં બેટની બોટનું ખુલ્યું હતું નામ
આશરે દોઢેક વર્ષ પહેલા બેટ દ્વારકાથી બોટમાંથી કરોડો રૂપિયાનાં ડ્રગ્સ કાંડમાં પણ બેટ દ્વારકાનું નામ ખુલ્યુ હોય સુરક્ષાની દ્રષ્ટિએ આ અતિશય મહત્વનું સ્થાન ગણાતું હોય જેના કારણે આ સંવેદનશીલ વિસ્તારમાં રાઉન્ડ ધ કલોક સુરક્ષા જાળવવી ખુબ જરૂરી છે. આમ છતાં બેટ દ્વારકા આઉટપોસ્ટના જવાબદાર અધિકારીઓ આરામ ફરમાવતા માલુમ પડતાં સુરક્ષામાં મસમોટા છીંડા બહાર આવ્યા છે.


Loading...
Advertisement