ભાવનગર જિલ્લામાં નકલી આયુષ્યમાન કાર્ડ કૌભાંડની તપાસ પર પડદો પડી ગયો કે પાડી દીધો ?

16 September 2020 12:59 PM
Bhavnagar
  • ભાવનગર જિલ્લામાં નકલી આયુષ્યમાન કાર્ડ કૌભાંડની તપાસ પર પડદો પડી ગયો કે પાડી દીધો ?

આંતર જિલ્લા કૌભાંડ હોવાની શકયતા પરથી તપાસ જરૂરી

ભાવનગર, તા. 16
સરકારે શારીરિક મોટી તકલીફ ઊભી થાય તેવા સમયે આર્થિક રીતે પછાત લોકોને વિનામૂલ્યે ઓપરેશન સહિત ની સારવાર મળી રહેતેમાટે આયુષ્યમાન કાર્ડ નીંયોજના અમલ માં મુકવામાં આવી હતી.આ યોજનાનો તળાજા પંથક ના અમુક લોકોએ અનેક લોકોસાથે છેતરપિંડી કરી, બુદ્ધિપૂર્વક ટેકનોલોજીની મદદથી ડુપ્લીકેટ કાર્ડકાઢી આપવાનો વેપલો શરૂ કર્યો હતો.

સંબધિત તંત્રના ધ્યાને આવતા સ્થાનિક આરોગ્ય કેન્દ્રને તપાસ પણ સોંપવામાં આવી હતી. અનેક લોકો સાથે સરકારના નામે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું અને કોણે કોણે છેતરપીંડી નો વેપલો શરૂ કર્યા હોવાનુ બહાર પણ આવ્યું હતું.એમચ્છતાય છેતરપીંડી આચરનાર તત્વો ને જેલના સળિયા પાછળ ધકેલી દેવાના બદલે આજ સુધી કોઈજ કડક ફૌજદારી કાર્યવાહી કરવાના બદલે આ તત્વોને મોકળું મેદાન તંત્ર એ આપ્યું હોયતેવું લાગી રહ્યું છે.

સત્તાવાર સાધનો એ આખુંય પ્રકરણના થયેલા પર્દાફાશ ની વિગતો આપતા જણાવ્યું હતુંકે કોરોના ના સંક્રમણ પહેલા જિલ્લા આરોગ્ય વિભાગ ના ધ્યાને આવ્યું હતુંકે તળાજા શહેર અને ગામડાઓમાં અમુક લેભાગુ તત્વો આયુષ્યમાન કાર્ડ ડુપ્લિકેટ કાઢી હજારો લોકોને છેતરી રહ્યાછે.જેને લઈ તપાસ ના આદેશ છૂટતા તપાસ પણ થયેલ. તપાસ માં એવી ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે ડુપ્લિકેટ કાર્ડ 600 થી 700 રૂપિયા માં નીકળ્યા છે.જેમાં જે લોકો ના નામે. ડુપ્લીકેટ કાર્ડ નીકળ્યા છેતેવા અમુક લોકોના સત્તાવાર નિવેદન પણ લેવામાં આવ્યા હતા.કોણે કોણે કાઢ્યાછે તેના નામો પણ ખુલ્યા હતા.

સતાવર સાધનોએ ઉમેર્યું હતુંકે કાર્ડ કાઢવા માટે ઝડપી પ્રક્રિયા થાય તે માટે અમુક ખાનગી એજન્સી ને કામગીરી સોંપવામાં આવી હતી.જે લાભાર્થી હોય તેના નામનું કવર જ ઉપરથી આરોગ્ય વિભાગ ને મળતું હતું. જેમાં મુખ્ય માણસના નામો સાથે છેડછાડ કરવામાં આવતું.મેડિકલ ઓફિસર ને વિશ્વાસમાં લઈ અથવા તો જાણ બહાર પાસવર્ડ લઈ લેવામાં આવતો અને ડુપ્લિકેટ કાર્ડ કાઢવામાં આવતું હતું.
આરોગ્ય એજન્સીએ કરેલી તપાસ માં આવા કાર્ડ માત્ર તળાજા જ નહીં આંતર જિલ્લાના પણ અહીં કાઢી આપી છેતરપીંડી આચરવામાં આવી છે.જેનો સમગ્ર અહેવાલ ઉપરી કચેરીને મોકલી દેવામાં આવ્યો છે.

એ અહેવાલ મોકલ્યા ને આજે આઠેકમાસ જેવો સમય વીતવા છતાંય સરકાર ના નામે હજારો ગરીબ લોકોને છેતરી જનાર સામે આજેપણ કોઈજ કડક કાર્યવાહી થઈ નથી. આવા ડુપ્લીકેટ કાર્ડ કાઢનાર ઈસમો ને જેલના સળિયા પાછળ ધકેલી સરકારી યોજાનાના નામે કોઈ છેતરે નહિ તેમાટે કડક કાર્યવાહી કરવાના બદલે છાવરવા શા કારણે આવી રહ્યા છે? શામટે આજ સુધી ફૌજદારી કાર્યવાહી કરવામાં આવી નથી?!

પોલીસ કાર્યવાહી ને પણ દબાવી દેવામાં આવી?
ડુપ્લીકેટ આયુષ્યમાન નીકળ્યા હોવાનો આરોગ્ય એજન્સીએ પર્દાફાશ કર્યો.જાણકાર સૂત્રોનું માનવામાં આવે તો ત્યારબાદ જિલ્લા પંચાયત ને અહેવાલ મોકલવામાં આવ્યો હતો.બાદ માં અમુક લોકોના પોલીસે નિવેદન પણ લીધા હતા.એ નિવેદન બાદ કડક કાર્યવાહી ન બદલે સમગ્ર ઘટના પર પડદો પડી જાય તે માટે પોલીસ પર દબાણ લાવવામાં આવ્યો હોય તોજ કૌભાંડી આજે ખુલે આમ ફરી રહ્યા ની માનસિકતા અને લાગણી જન માનસ મા અંકિત થઈ છે.


Loading...
Advertisement