ધોરાજીમાં રજપૂત સમાજ-કરણી સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર

16 September 2020 12:50 PM
Dhoraji
  • ધોરાજીમાં રજપૂત સમાજ-કરણી સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર

જામકંડોરણાના અગ્રણીનેે પોલીસે મારેલા માર સામે વિરોધ

ધોરાજી,તા. 16
ધોરાજી ખાતે રજપૂત સમાજ તથા કરણી સેનાના આગેવાનો દ્વારા તાલુકા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. જામકંડોરણાના અનિરુધ્ધસિંહ જાડેજાને સામાન્ય બોલાચાલીમાં પોલીસે બેફામ માર માર્યો હતો.જેના વિરોધમાં રાજપૂત સમાજ દ્વારા આ આવેદનમાં જણાવ્યું કે જામકંડોરણાના અગ્રણીને સામાન્ય અરજીના અનુસંધાને પોલીસે માર મારેલ જેથી જવાબદાર અધિકારી પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરેલ છે. માર મારનાર પર એફઆઈઆર કરવા જણાવાયું છે.

આ કાર્યક્રમમાં કરણી સેનાના પ્રમુખ પ્રતાપસિંહ ચુડાસમા અને રણજીતસિંહ ડી. જાડેજા ઉપપ્રમુખ સહિતના અગ્રણીઓએ હાજર રહી આવેદનપત્ર આપેલ છે. અને આવનારા સમયમાં કોઇ કાર્યવાહી નહીં કરાય તો આગળ કાર્યક્રમ આપીશું તેમ કરણી સેનાના પ્રમુખ પ્રતાપસિંહ ચુડાસમાએ જણાવેલ છે.


Loading...
Advertisement