પુરૂષાર્થ-સાહસના પર્યાય સમાન કેળવણીકાર પેથલજીભાઇ ચાવડાની જન્મજયંતિ

16 September 2020 12:50 PM
Dhoraji
  • પુરૂષાર્થ-સાહસના પર્યાય સમાન કેળવણીકાર પેથલજીભાઇ ચાવડાની જન્મજયંતિ

ધોરાજી તા. 16
જો માનવીમા સાહસ વૃતિ અને કોઇપણ સંજોગોમાં નીડરતા અને સમસ્યામાંથી રસ્તો કાઢવાની કોઠાસુઝ હોય પછી તે વ્યકિત અવશ્ય સફળ થાય છે અને દરેક શિખરો એક પછી એક શિખર સર કરે છે આવું એક વ્યકિતત્વ એટલે સોરઠના સિંહ સમાન પેથલજીભાઇ નાથાભાઇ ચાવડા.

જેનામાં નીડરતા હિંમત સાહસ આત્મવિશ્ર્વાસ એ તેમના વ્યકિતત્વના જમા પાસા હતા. માણસના વ્યકિતત્વને નીરખી પારખવાની ક્ષમતા અને મુશ્કેલ સમયમાં પણ સમસ્યાનો ઉકેલ લાવવાની તેમનામાં એક વિશિષ્ટ સુઝ હતી એટલે ઘણી બાબતમાં પીઢ રાજકારણીઓ પણ તેમની અવારનવાર સલાહ લેતા હતા.

પેથલજીભાઇનો જન્મ 15 સપ્ટેમ્બર 1930ના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હડમતીયા ગામે આહીર કુળમાં નાથાભાઇ ચાવડાને ઘેર થયો હતો તેમના પિતા મોટા સધાન સંપન્ન ખેડુત હતા.
પેથલજીભાઇ અનોખી માટીના માનવી હતા. તેઓના આદર્શ મહર્ષિ દયાનંદ સરસ્વતી હતા જેમણે અંધશ્રધ્ધાની નાબુદી અને લોકકલ્યાણ માટે જ જીવવાનો જીવન મંત્ર બનાવ્યો હતો.

તેઓએ શિક્ષણમાં ક્ધયા કેળવણીને ખાસ પ્રાધાન્ય આપ્યું અને નાના ગામડાઓમાં સામાજિક વિકાસ માટે વાડીઓનું નિર્માણ કર્યુ.સ બક્ષીપંચમાં સમાવિષ્ટ આહિર જ્ઞાતિના શૈક્ષણિક વિકાસ માટે ગાંધીનગર, રાજકોટ, જામનગરમાં કરોડો રૂપિયાની દાનની સરવાણી વહાવી હતી. તેઓના વ્યકિતત્વની એક આગવી ઓળખ હતી જેની સાથે કાયમ ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓ અને મોટા મોટા રાજકીય વ્યકિતત્વો ઘરોબો ધરાવતા હતા.

12 માર્ચ 1983ના રોજ માત્ર 26 વર્ષની વયે તેમના યુવાન પુત્ર ડો. સુભાષભાઇનું દુ:ખદ અવસાન થતાં તેમને સાચી શ્રધ્ધાંજલિ આપવા તેમણે શિક્ષણ જયોતને વધુ ને વધુ પ્રજવલિત કરી પોતાનું તમામ ધન શિક્ષણ ક્ષેત્રે જ વાપરવાનું નકકી કર્યુ. જેને પરિણામે આજે સુભાષ એકેડેમી નામે એક વટવૃક્ષ સંસ્થા બની છે અને જેમાં અનેકવિધ સંસ્થાઓ ચાલી રહી છે.

તેઓએ તા. 25-10-2013 ના રોજ ચિરવિદાય લીધી પરંતુ આજે પણ તેમને પુરો સંસ્થા પરિવાર બાપુજીના વહાલસોયા નામથી યાદ કરે છે. રોજ સવારે તેમનું પ્રેરણાદાયક સ્મરણાંજલિ ગીત હજારો વિધાર્થીઓના મુખે ગુંજતું સંભળાય છે ત્યારે ડો. સુભાષ એકેડેમીમાં એક અનોખા પ્રકારનું વાતાવરણ સર્જાય છે. સમગ્ર સોરઠ પંથકમાં શૈક્ષણિક ક્ષેત્રે તથા ક્ધયા કેળવણીના ક્ષેત્રે મહામુલું કામ કરનાર આ ક્રાંતિકારી મહામાનવ હતા.

જેવો સ્પષ્ટ વકતા અને ખુમારીવાળા સોરઠી માણસ હતા. જેમને ત્યાં લક્ષ્મીજીની અઢળક પધરામણી થતા લક્ષ્મીજીને એમણે સરસ્વતીના મંદિરમાં પધરાવી શિક્ષણની જયોત એમણે જે ચલાવી હતી જે જયોતને આજે એટલા જ બેવડા તેવડા બળથી તેમના પનોતાપુત્ર અને કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા અને તથા પેથલજીભાઇનપુત્રવધુ મીતાબેન ચાવડા સુચારૂ રીતે ચલાવી રહયા છે. શ્રી પેથલજીભાઇ 3ર વીઘા જમીનમાં રૂપિયા 40 કરોડના ખર્ચે ડો. સુભાષ એકેડેમી એકલા હાથે ઉભી કરી છે અને હજારો વિધાર્થીઓએ તેમાંથી શિક્ષણ મેળવીને પોતાના પરિવારનો માળો સાધન સંપન્ન અને સુસંસ્કૃત બનાવ્યો છે.


Loading...
Advertisement