પ્રોહીબીશનના ગુનામાં બે માસથી ફરાર આરોપીઓને દબોચી લેતી જામકંડોરણા પોલીસ

16 September 2020 12:48 PM
Dhoraji Rajkot
  • પ્રોહીબીશનના ગુનામાં બે માસથી ફરાર આરોપીઓને દબોચી લેતી જામકંડોરણા પોલીસ

રાજકોટ,તા. 16
પ્રોહીબીશનના ગુનામાં બે માસથી નાસતા ફરતા આરોપીઓને જામકંડોરણા પોલીસે દબોચી લઇ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી વિગતો મુજબ પોલીસ અધિક્ષક બલરામ મીણા જેતપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પ્રોહી-જુગાર અંગેની પ્રવૃતિ અંગે કડક કાર્યવાહી કરવા માટે સુચના થયેલ હોય જે અનુસંધાને જામકંડોરણા પો. સ્ટે. વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસો સરકારી વાહન બોલેરો જીપમાં પેટ્રોલીંગ કરતા હતા તે દરમ્યાન જામકંડોરણાના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ વનરાજસિંહ દાનુભા જાડેજા (રહે. વાવડી તા. જામકંડોરણા), સુખપાલસિંહ ઉર્ફે કાનો વનરાજસિંહ જાડેજા (રહે. સાતોદડ તા.જામકંડોરણા) છેલ્લા બે માસથી નાસતા ફરતા હોય અને પો.સ્ટે.ના સ્ટાફને ગઇ તા. 13ના રોજ મળેલ હકીકત આધારે આરોપી સુખપાલસિંહ ઉર્ફે કાનો વનરાજસિંહ જાડેજા જાતે દરબાર (ઉ.25, રહે. સાતોદડતા. જામકંડોરણાવાળા) સાતોદડ ગામેથી જામકંડોરણા તરફ આવતો હોવાની હકીકત મળેલ હોય

જેથી રંગોલી હોટલ પાસે વોચમાં રહેતા મજકુર આરોપી મળી આવેલ હોય જેથી ગુનાના કામે અટક કરવાની હોય પરંતુ કોવિડ-19નો ટેસ્ટ રિપોર્ટ કરાવી અટકકરવાનો હોય જેથી મજકુર આરોપીને પો. સ્ટે. પોલીસની દેખરેખ હેઠળ હસ્તગત કરવામાં આવેલ. મજકુર આરોપીની તા.1 4ના કામે પકડાયેલ દેશી દારુકોને કોને આપવાનો હતો

તે બાબતે પુછતા પીપરડી ગામના ગીરીરાજસિંહ રામસિંહ વાળા તથા મુળ પીપરડી ગામના અને હાલ જામકંડોરણા રહેતા અનિરુધ્ધસિંહ દોલુભા જાડેજાવાળાને આપવાનો જણાવેલ હોય જેથી જામકંડોરણા વાજાવાસ પાસેથી અનિરુધ્ધસિંહ દોલુભા જાડેજા (રહે. જામકંડોરણા ઇન્દીરાનગર મુળ રહે. પીપરડીવાળા) તથા ગીરીરાજસિંહ રામસિંહ વાળા (રહે. પીપરડીવાળા)ને તેમના ઘરેથી મળી આવતા બંને આરોપીઓને ગુનાના કામે અટક કરવાના હોય પરંતુ કોવિડ-19નો ટેસ્ટ રિપોર્ટ કરી અટક કરવાનો હોય જેથી તા. 14ના પો.સ્ટે. પોલીસની દેખરેખ હેઠળ હસ્તગત કરવામાં આવેલ છે.

આ કામગીરી પો.સબ ઇન્સ. જે.યુ. ગોહીલ, હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ બોરીચા, તૌફીકભાઈ મલેક, મનજીભાઈ ચૌહાણ, કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, મનોહરસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement