મા તે મા : સિંહણે તેમના બચ્ચાને રોડક્રોસ કરાવ્યો

16 September 2020 12:44 PM
Amreli
  • મા તે મા : સિંહણે તેમના બચ્ચાને રોડક્રોસ કરાવ્યો
  • મા તે મા : સિંહણે તેમના બચ્ચાને રોડક્રોસ કરાવ્યો

આપણી એક કહેવત છે કે, મા તે માં બીજા બધા વગડાની વા આ કહેવતને સાર્થક કરતી ઘટનાં કેમેરામાં કેદ થઈ છે. જેમાં એક સિંહણ તેમના વ્હાલસોયા બચ્ચાને મોં માં પકડીને જંગલ વિસ્તારમાં રોડ ક્રોસ કરાવી રહી છે.

જેની એક ત્રાડથી ભલભલા ધ્રુજી જાય છે તેવી જંગલની રાની ગણાતી સિંહણ ભારે વરસાદ વચ્ચે બચ્ચાને સાથે લઈને શિકારની શોધમાં નીકળે છે. તેવા સમયે જંગલ વચ્ચેથી પસાર થતી વેળા બચ્ચાને કોઈ મુશ્કેલી ન થાય તે માટે સિંહણે મોં માં દબોચીને રોડ ક્રોસ કરાવતી હોય તેવું દ્રશ્ય કેમેરામાં કૈદ થયું છે.

આ દ્રશ્ય નિહાળીને સૌ કોઈ સિંહણની તેમના વ્હાલસોયા બચ્ચા પ્રત્યેની લાગણીથી આશ્ચર્યચકિત થઈ રહૃાું છે. જગતની કોઈપણ મા ને તેમના બચ્ચાની કાળજી માટે કોઈ યુનિવર્સિટીમાં અભ્યાસ લેવો પડતો નથી તે હકીકત છે.
(તસ્વીર / અહેવાલ : મિલાપ રૂપારેલ)


Loading...
Advertisement