કાલાવડ-નિકાવા ‘સાંજ સમાચાર’ના પ્રતિનિધિ રાજુભાઇ રામોલિયા કોરોનાગ્રસ્ત

16 September 2020 12:37 PM
Jamnagar
  • કાલાવડ-નિકાવા ‘સાંજ સમાચાર’ના પ્રતિનિધિ રાજુભાઇ રામોલિયા કોરોનાગ્રસ્ત

નિકાવા તા. 16
કાલાવડ અને નિકાવાના ‘સાંજ સમાચાર’ ના બ્યુરો ચીફ રાજુભાઇ રામોલીયા (પત્રકાર) સહીત નિકાવામાં બાર કેસ કોરોના પોઝીટીવ આવતા નિકાવા ગામમાં ચિંતા વ્યાપી જવા પામી છે.સતત વધતા કોરોના કેશ વચ્ચે નિકાવા ગામના વતની અને કાલાવડ તાલુકાના પત્રકાર રાજુભાઇ રામોલીયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યાનું જાણવા મળ્યું છે. તેઓની હાલ તબીયત સારી હોય જેને નિકાવા ગામે પોતાના નિવાસ સ્થાને જ હોમ આઇસોલેસન કરી નિકાવા પી.એચ.સી.ના મેડીકલ ઓફીસર દ્વારા હોમ કોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

તેમજ વધુ લોકોના રેપીડ ટેસ્ટ કરતા દશ લોકોના રીપોર્ટ કરતા બેસ પોઝીટીવ આવતા નિકાવામાં કુલ 1ર કેશ પોઝીટીવ થયેલ છે. રાજુભાઇ રામોલીયાની હાલ તબીયત સારી છે.સ કોરોનાના બીજા કોઇ લક્ષણો નથી. રાજુભાઇ રામોલીયાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યાની જાણ થતા જ મીડીયા પરિવાર મિત્રો, પરિવારજનો અને સગા વ્હાલાઓ સહિત ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે.


Loading...
Advertisement