અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓ પૂર્વે ‘આપ’ સક્રિય; જિલ્લા પ્રમુખ-પ્રભારીઓ નિમાયા

16 September 2020 12:36 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓ પૂર્વે ‘આપ’ સક્રિય; જિલ્લા પ્રમુખ-પ્રભારીઓ નિમાયા

સંગઠન મજબુત કરી ચૂંટણીમાં ઝુકાવવાની તૈયારીઓ શરૂ

અમરેલી, તા. 16
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચૂંટણીના પડઘમ વાગી રહયા છે. તેવા જ સમયે નવી દિલ્હીમાં શાસન કરનાર આમ આદમી પાર્ટીએ જિલ્લામાં હોદેદારોની વરણી કરીને સંગઠનને મજબૂત કરવાની કવાયત શરૂ કરી છે.

જિલ્લા પ્રમુખ તરીકે નાથાલાલ સુખડીયા અને જિલ્લા પ્રભારી તરીકે નિમિષાબેન ખૂંટને જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા ઉપપ્રમુખ તરીકે પ્રવિણભાઈ વાડદોરીયા, પરેશભાઈ માલવીયા, વિજયભાઈ ખાચર, મનસુખભાઈ કયાડા, મહામંત્રી તરીકે વિનુભાઈ જાવીયા અને ખજાનચી તરીકે દીપક મહેતાને જવાબદારી સોંપવામાં આવી છે.

અમરેલી શહેર પ્રમુખ તરીકે ભાવેશસોરઠીયા, ખાંભા પ્રમુખ તરીકે જગદીશ ચૌહાણ, દામનગર પ્રમુખ તરીકે રવિન્દ્ર વિરાણી, બાબરા તાલુકા પ્રમુખ તરીકે કિશોર રાદડીયા, બગસરા પ્રમુખ તરીકે ભીખુભાઈ મોગલ, જાફરાબાદ રાજુભાઈ જોષી, બગસરા તાલુકા પ્રમુખ તરીકે કમલેશભાઈ ગઢીયા, લીલીયા તાલુકા ઉપપ્રમુખ તરીકે બાલુભાઈ ડેર, ધારી તાલુકા પ્રમુખ પદે હિતેશ સોજીત્રા, રાજુલા શહેર પ્રમુખ તરીકે રામભાઈ ભરવાડ, કુંકાવાવ- વડીયા પ્રમુખ તરીકે બિપીન કોટડીયા, સાવરકુંડલા તાલુકા પ્રમુખ તરીકે ભરત નાકરાણી અને લાઠી તાલુકા પ્રમુખ તરીકે રાજુભાઈ વામજાને જવાબદારી સોંપવામાં આવી છે.

લીલીયાનો ભૂગર્ભ ગટરનો પ્રશ્ન દૂર કરવા ઉપસરપંચે મહેનત શરૂ કરી
લીલીયા ગ્રામ પંચાયતમાં અગાઉના સતાધીશોને આણામાં આપેલી ભૂગર્ભ ગટર યોજનાથી પાછલા 10-10 વર્ષથી શહેરની પ્રજા મુશ્કેલીનો સામનો કરી રહી છે. તેવા સમયે ઉપસરપંચ બાબુભાઈ ધામત દિન-રાત જોયા વગર સફાઈ કર્મીઓ સાથે અધૂરા સાધનો હોવા છતાં ચોકઅપ થયેલી ભૂગર્ભ ગટર લાઈનો અને કુંડીઓની સફાઈ કરી સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસો હાથ ધર્યા છે. જેવા સમયે આ પંથકમાં અતિ વરસાદ થતા ભૂગર્ભ ગટરની કુંડીઓ 10થી 20 ફૂટ ઉંડી હોય તેમાં તળના પાણી ભળી જતા ભૂગર્ભ ગટરની કુંડીઓમાંથી પાણી ઉભરાવવાની સમસ્યા વિકરાળ બની છે.

સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે જુદાજુદા વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ પમ્પીંગ સ્ટેશનો સાધન સામગ્રી હોવાથી બંધ પડેલ છે. જેને લઈ ગંદા પાણીનો નિકાલ અટકી જતા મોટાભાગની ગટર લાઈનો અને કુંડીઓ ચોકઅપ થઈ જવાના કારણે ભૂગર્ભ ગટર સમસ્યા વિકરાળ બનવા પામેલ હોવાનું જાણવા મળ્યું છે.


Loading...
Advertisement