વાસ્તુ શિલ્પના રચનાકાર વિશ્વકર્મા

16 September 2020 12:34 PM
Dharmik India
  • વાસ્તુ શિલ્પના રચનાકાર વિશ્વકર્મા

વૈદિક દેવતાના રૂપમાં સર્વમાન્ય દેવ શિલ્પી વિશ્વકર્મા પોતાના વિશિષ્ટ જ્ઞાન-વિજ્ઞાનના કારણે માનવ જ નહિ, દેવગણો દ્વારા પૂજિત છે, કહે છે કે દેવ વિશ્વકર્માના પૂજન વગર કોઇપણ ટેકનીકી કાર્યનો શુભારંભ થતો નથી

રાજકોટ, તા. 16
દર વર્ષે સપ્ટેમ્બરના ટેકનીકી જ્ઞાનના રચનાકાર ભગવાન વિશ્વકર્માની જયંતિ મનાવવામાં આવે છે. તેમને દેવતાઓના વાસ્તુ શિલ્પના જનક પણ માનવામાં આવે છે. એટલા માટે શિલ્પકલાથી જોડાયેલા લોકો તેમની જયંતિ વિધિ-વિધાન સાથે મનાવે છે. માન્યતા છે કે ભગવાન વિશ્વકર્માના પૂજન-અર્ચન કર્યા વગર ટેકનીકી કાર્ય શુભ માનવામાં આવતું નથી. આથી વિભિન્ન કાર્યોમાં પ્રયુકત થતા ઓજારો, કારખાનાઓમાં લાગેલા મશીનોની પૂજા કરવામાં આવે છે.

ભગવાન વિશ્વકર્માના જન્મને લઇને શાસ્ત્રોમાં અલગ અલગ કથાઓ પ્રચલિત છે. વરાહ પુરાણને અનુસાર બ્રહ્માજીએ વિશ્વકર્માને ધરતી પર ઉત્પન્ન કર્યા તેમ વિશ્વકર્મા પુરાણને અનુસાર આદિ નારાયણે સર્વપ્રથમ બ્રહ્માજી અને પછી વિશ્વકર્માની રચના કરી. ભગવાન વિશ્વકર્માના જન્મને દેવતાઓ અને રાક્ષસો વચ્ચે થયેલા સમુદ્ર મંથનથી પણ જોડવામાં આવે છે.

આ પ્રમાણે ભગવાન વિશ્વકર્માના જન્મને લઇને શાસ્ત્રોમાં જે કથાઓ મળે છે તેથી જ્ઞાત થાય છે કે વિશ્વકર્મા એક નહિ પણ અનેક થયા છે અને સમય સમય પર પોતાના કાર્યો અને જ્ઞાનથી તેઓ સૃષ્ટિના વિકાસમાં સહાયક થયા છે. શાસ્ત્રોમાં ભગવાન વિશ્વકર્માના આ વર્ણનથી એવો સંકેત મળે છે કે વિશ્વકર્મા એક પ્રકારનું પદ અને ઉપાધિ છે. જે શિલ્પશાસ્ત્રના શ્રેષ્ઠ જ્ઞાન રાખનારાને કહેવાય છે.
સૌથી પહેલા થયા વિરાટ વિશ્વકર્મા, ત્યારબાદ ધર્મવંશી વિશ્વકર્મા, અંગિરાવંશી ત્યારે સુધાન્વા વિશ્વકર્મા થયા ત્યારપછી શુક્રાચાર્યના ભૃગુવંશી વિશ્વકર્મા થયા.

પ્રાચીનકાળમાં જેટલા પણ નગરો અને રાજધાનીઓ હતી તેનું નિર્માણ વિશ્વકર્માએ કર્યુ હતું.
સતયુગને સ્વર્ગલોક, ત્રેતાયુગમાં લંકા, દ્વાપરની દ્વારિકા અને કળિયુગમાં હસ્તિનાપુર, મહાદેવનું ત્રિશુલ, કૃષ્ણનું સુદર્શન ચક્ર, હનુમાનજીની ગદા, યમરાજનો કાલદંડ, કુબેરનું પુષ્પક વિમાનનું નિર્માણ વિશ્વકર્માએ પણ કર્યુ હતું. શિલ્પકલાના આટલા મોટા મર્મજ્ઞ હતા.

વિશ્વકર્માના યથાવિધિ પૂજનથી ઘર અને દુકાનમાં સુખ સમૃદ્ધિ થાય છે આ દિવસે પોતાના કામકાજમાં ઉપયોગમાં આવતા ઉપકરણો, મશીનો સાફ કરવા, સ્નાન કરીને ભગવાન વિષ્ણુની સાથે વિશ્વકર્માજીની પ્રતિમાની વિધિપૂર્વક પૂજા કરવી જોઇએ. ઋતુફલ, મિષ્ટાન, પંચમેવા, પંચામૃતનો ભોગ ધરવો, ધૂપ વગેરે પ્રગટાવી બંને દેવતાઓની આરતી ઉતારવી.


Related News

Loading...
Advertisement