ગોંડલમાં સ્વૈચ્છીક લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ : માત્ર 20 ટકા દુકાનો બંધ રહી

16 September 2020 12:14 PM
Gondal
  • ગોંડલમાં સ્વૈચ્છીક લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ : માત્ર 20 ટકા દુકાનો બંધ રહી

(જીતેન્દ્ર આચાર્ય)
ગોંડલ તા.16
શહેરની સામાજિક સંસ્થાઓ, આગેવોનો અને પ્રબુઘ્ધજનો દ્વારા ગઇકાલથી આઠ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન ની કરાયેલ અપીલ નાં પગલે માત્ર સોની કામનાં વેપારીઓ એ સોની બજાર સજ્જડ બંધ રાખી હતી.એ સિવાય શહેર માં લોકડાઉન ને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.પંદર થી વીસ ટકા ને બાદ કરતાં શહેર ની બજારો ખુલ્લી રહેવાં પામી હતી.ચા,પાન નાં ગલ્લાં થી લઇ શોપિંગ મોલ ખુલ્લાં રહયાં હતાં.

ગોંડલમાં કોરોના એ કહેર મચાવ્યો હોય તેમ એક હજાર થી વધું પોઝીટીવ કેસ નોંધાયા હોય રોજબરોજ તેમાં વધારો થતો હોય શહેરની કેટલીક સામાજિક સંસ્થાઓ,વેપારીઓ,આગેવોનો તથાં પ્રબુઘ્ધજનો દ્વારા આજે મંગળવાર થી આઠ દિવસ માટે સાંજ નાં ચાર પછી સ્વૈચ્છિક લોકડાઉન માટે અપીલ કરાઇ હતી.પણ આ અપીલ ને નબળો પ્રતિસાદ મળ્યો છે.વેપારી વગઁ માં એવી પણ વાત હતી કે લોકડાઉન માં ધંધા રોજગાર બંધ રહયાં બાદ હવે અથઁ તંત્ર ની ગાડી માંડ પાટે ચડી હોય લોકડાઉન પોસાય તેમ નથી.


Loading...
Advertisement