બાંધકામ શ્રમિકોને વધુ એક રાહત : ટીકીટ ભાડા કરતા માત્ર 20 ટકામાં બસપાસ

16 September 2020 12:12 PM
Ahmedabad Gujarat
  • બાંધકામ શ્રમિકોને વધુ એક રાહત : ટીકીટ ભાડા કરતા માત્ર 20 ટકામાં બસપાસ

અમદાવાદ,તા. 16
કોરોના મહામારીમાં બાંધકામ શ્રમિકોને રાહત આપવા માટે ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે જે અંતર્ગત બસમાં મુસાફરી કરવામાં ભાડા રાહત જાહેર કરી છે. શ્રમિકો માટે પાસ સ્કીમની જાહેરાત કરી છે.

ગુજરાત બિલ્ડીંગ એન્ડ અધર ક્ધસસ્ટ્રકશન વર્કર્સ વેલફેર બોર્ડ દ્વારા કરાયેલ જાહેરાત પ્રમાણે બાંધકામ શ્રમિકો મનપસંદ પાસ સ્કીમ હેઠળ શ્રમિકો બસમાં મુસાફરી માટે મહીના કે ત્રણ મહિનાના પાસ કઢાવી શકશે જે નિયત ટીકીટભાડા કરતાં માત્ર 20 ટકાના દરે ઉપલબ્ધ બનશે. બાકીનો 80 ટકા ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

પ્રથમ તબક્કે આ સ્કીમ અમદાવાદમાં શરુ કરવામાં આવી છે અને હવે પછી સુરત, વડોદરા તથા રાજકોટમાં લાગુ કરાશે. પોતાના ઘેરથી બાંધકામ સાઈટ પર મામૂલી ભાડામાં બાંધકામ શ્રમિકો પહોંચી શકશે.


Related News

Loading...
Advertisement