સાયલામાં અઢી, ધારીમાં પોણા બે, મૂળી અને માળીયા મીયાણામાં વધુ દોઢ ઇંચ વરસાદ

16 September 2020 12:08 PM
kutch Rajkot Saurashtra
  • સાયલામાં અઢી, ધારીમાં પોણા બે, મૂળી અને માળીયા મીયાણામાં વધુ દોઢ ઇંચ વરસાદ

સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા વરસતા મેઘરાજા : હળવદમાં સવા અને જામનગરમાં એક ઇંચ : સવારે સૂર્યનારાયણના દર્શન થયા

રાજકોટ,તા. 16
સૌરાષ્ટ્ર-કચ્છમાં રોજ બપોર બાદ જામતા ચોમાસુ માહોલ વચ્ચે છુટોછવાયો વરસાદ અમુક તાલુકામાં ચાલુ રહ્યો છે. જેમાં આજે સવાર સુધીમાં સાયલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલામાં 64 મીમી, મૂળીમાં 37 મીમી (દોઢ ઇંચ) પાણી પડ્યું હતું. અમરેલીના ધારીમાં પોણા બે ઇંચ (42 મીમી) તથા મોરબી જિલ્લાનાં માળીયા મીયાણામાં દોઢ ઇંચ (37 મીમી) પાણી પડ્યું હતું. હળવદમાં સવા ઇંચ અને જામનગરમાં એક ઇંચ જેટલો વરસાદ કંટ્રોલ રુમમાં નોંધાયો હતો.

કચ્છના લખતરમાં પોણો ઇંચ, કલ્યાણપુરમાં પોણો ઇંચ, ચોટીલામાં અડધો ઇંચ, વઢવાણમાં અડધો ઇંચ,ભાવનગરનાં જેસરમાં અડધો ઇંચ વરસાદ આજ સવાર સુધીમાં નોંધાયો હતો.

રાજકોટ, પડધરી, દ્વારકા, ભચાઉ, મોરબી, બાબરા, લાલપુર, સાવરકુંડલા, ધ્રોલ, ભૂજ, રાણાવાવ, જૂનાગઢમાં હળવા ભારે ઝાપટારુપે 3 થી 9 મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં રાજકોટ શહેરમાં ગત સાંજ બાદ નોંધાયો હતો. જેમાં રાજકોટ શહેરમાં ગત સાંજ બાદ હળવા-ભારે ઝાપટારુપે 9 મીમી વરસાદ નોંધાયો હતો. આજે સવારે ફરી સૂર્યનારાયણના દર્શન થયા હતા.


Related News

Loading...
Advertisement