ગોંડલ-જેતપુર-ધોરાજી-જસદણ સહિત રૂડા વિસ્તારના 313 વિસ્તારો ક્નટેનમેન્ટ ઝોન જાહેર

16 September 2020 12:05 PM
Gondal Rajkot
  • ગોંડલ-જેતપુર-ધોરાજી-જસદણ સહિત રૂડા વિસ્તારના 313 વિસ્તારો ક્નટેનમેન્ટ ઝોન જાહેર

રાજકોટ,તા. 16
રાજકોટ જિલ્લાનાં ચાર તાલુકા અને રૂડાના ત્રણેક ગામોમાં કોરોના કેસ મળી આવ્યા બાદ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને 313 વિસ્તારોને ક્નટેનમેન્ટ ઝોન જાહેર કરી લોકોની અવરજવરને પ્રતિબંધિત કરી છે.

જિલ્લા કલેક્ટર તંત્રનાં સુત્રોના જણાવ્યા મુજબ ધોરાજીનો જમનાવડ રોડ, જેતપુરના સત્યમ પાર્ક, અમરનગર રોડ, જસદણનો લાતી પ્લોટ, ગોંડલની પંચવન સોસાયટી ઉપરાંત રૂડા વિસ્તારમાં આવતા માધાપરના આસ્થા એવન્યુ ઉપરાંત વેરાવળના શાપર નજીકના કોરાટ સ્કૂલ નજીકનો વિસ્તાર કોરોના પોઝીટીવ કેસો આવતા ક્નટેનમેન્ટ ઝોન જાહેર કરી લોકોની અવરજવરને પ્રતિબંધિત કરી છે.

દરમ્યાન ગઇકાલે જિલ્લા આરોગ્ય તંત્રએ શાપર-વેરાવળ, વિંછીયા, વિરનગર, વિરપુર ઉપરાંત વાવડી સ્ટેશન વિસ્તારમાં કોરોના સર્વેલન્સને વધુ સઘન બનાવી ડોર-ટુ-ડોર આરોગ્ય તપાસ શરુ કરી છે. ક્નટેનમેન્ટ કરાયેલા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ઉપરાંત જીવન જરુરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવા જે તે મામલતદારોને સુચના આપી છે તેવું અંતમાં ઉમેર્યું હતું.


Related News

Loading...
Advertisement