ટૂંક સમયમાં કોમ્પ્યુટર-લેપટોપમાંથી વોટસએપ ઓડિયો-વીડિયો કોલ કરી શકાશે

16 September 2020 11:52 AM
India
  • ટૂંક સમયમાં કોમ્પ્યુટર-લેપટોપમાંથી વોટસએપ ઓડિયો-વીડિયો કોલ કરી શકાશે

સર્ચ અને ન્યુ ચેટનો આઈકોન પણ કલરફૂલ બનશે

નવીદિલ્હી, તા.16
કોરોનાને કારણે અત્યારે મોટાભાગની કંપનીઓએ તેના કર્મીઓને ‘વર્ક ફ્રોમ હોમ’ કરવાની મંજૂરી આપેલી છે તેવામાં આ તબક્કામાં વોટસએપ વેબ ખાસ્સું મદદગાર સાબિત થઈ રહ્યું છે. જો કે અનેક વખત માત્ર મેસેજ મોકલવાની કામ પૂરું થતું ન હોવાથી વોટસએપ વેબમાં ઓડિયો-વીડિયો કોલની સુવિધા શરૂ કરવાની માગ યુઝર્સ દ્વારા ઉઠાવાતી હતી. આ માગને ધ્યાનમાં રાખી વોટસએપ પોતાના વેબ વર્ઝનમાં ઓડિયો અને વીડિયો કોલ ફીચર સામેલ કરવાની તૈયારીઓમાં લાગી ગયું છે.

વોટસએપ વેબ દ્વારા જારી કરાયેલી તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે ઓડિયો અને વીડિયો કોલના બટન સર્ચ આઈકોનની બાજુમાં જ મળશે. યુઝર્સ તેનો ઉપયોગ ફોન લગાવવા માટે તેમજ ફોન ઉઠાવવા માટે કરી શકશષ. આ ઉપરાંત વોટસએપ પોતાના અટેચમેન્ટ આઈકનની ડિઝાઈનમાં પણ મોટો ફેરફાર કરી રહ્યું છે.


Related News

Loading...
Advertisement