રાહત! ઘૂંટણ રીપ્લેસમેન્ટ માટેના ઈમ્પ્લાન્ટમાં એક વર્ષ ભાવવધારો નહીં

16 September 2020 11:46 AM
India
  • રાહત! ઘૂંટણ રીપ્લેસમેન્ટ માટેના ઈમ્પ્લાન્ટમાં એક વર્ષ ભાવવધારો નહીં

નવી દિલ્હી તા.16
ગોઠણનો દુખાવો ધરાવતા તથા ની (ગોઠણ) દર્દીઓ માટે રાહતના સમાચાર છે જે અંતર્ગત ગોઠણના ઈમ્પ્લાન્ટ પરના ભાવ નિયંત્રણ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યા છે.

નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઈઝીંગ ઓથોરીટી દ્વારા ઓર્થોપેડીક ની ઈમ્પ્લાન્ટના ભાવ પરના નિયંત્રણ 15 સપ્ટેમ્બર 2021 સુધી લાગુ રહેવાની જાહેરાત કરી છે અને તે વિશેનો પરિપત્ર જારી કરી દીધો છે.

ઓર્થોપેડીક ની (ગોઠણ) ઈમ્પ્લાન્ટમાં નવા સંશોધન કરી શકાય તે માટે આધુનિક ઈમ્પ્લાન્ટને ભાવનિયંત્રણમાંથી મુક્તિ આપવા ઉત્પાદકો સરકાર પર દબાણ કરતા હતા. પરંતુ સરકારે માંગ ફગાવીને ભાવ નિયંત્રણ યથાવત રાખ્યા છે. ઔષધ નિયમનકારે ગત વર્ષે ગોઠણના ઈમ્પ્લાન્ટમાં 10 ટકાનો ભાવવધારો મંજુર કર્યો હતો. પરંતુ નવા વર્ષ માટે કોઈ ભાવવધારો આપવામાં આવ્યો નથી.

ભારતમાં 2017માં ની ઈમ્પ્લાન્ટને ભાવ નિયંત્રણ હેઠળ મુકી દર્દીને ભાવમાં 70 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઉત્પાદક કંપનીઓ નારાજ થઈ હતી. ભાવ નિયંત્રણને કારણે નવા સશોધનો નહીં થવાની દલીલ પેશ કરી હતી.


Related News

Loading...
Advertisement