તો અમો ઈલેકટ્રોનિક મિડીયાને નિયંત્રીત કરી શકીએ છીએ: સર્વોચ્ચ અદાલતનો ધ્રુજારો

16 September 2020 11:43 AM
India
  • તો અમો ઈલેકટ્રોનિક મિડીયાને નિયંત્રીત કરી શકીએ છીએ: સર્વોચ્ચ અદાલતનો ધ્રુજારો

ટીવી મીડીયા ટીઆરપી માટે સનસની ફેલાવે છે: ટીપ્પણી : સુદર્શન ટીવીના યુપીએસસી જેહાદ કાર્યક્રમ રોકયો: હેટ-સ્પીચ બતાવ્યો: પત્રકારોને બધુ કહેવાની સ્વતંત્રતા છે તેવું માનતા નહી

નવી દિલ્હી
દેશમાં સનદી સહિતની પરિક્ષાઓ તથા કેન્દ્રની ભરતીમાં ‘મુસ્લીમોની ઘૂસપેઠ’ પરના સુદર્શન- ટીવીના શો ‘યુપીએસસી- જેહાદ’ ના પ્રસારણ પર પ્રતિબંધ મુકતા સુપ્રીમ કોર્ટે ઈલેકટ્રોનીક સહિતના મીડીયાને અભિવ્યક્તિની સ્વતત્રતાનો સ્વચ્છંદી ઉપયોગ સામે ચેતવણી આપતા જણાવ્યું હતું કે આપણે એ ન ભુલવું જોઈએ કે ભારત એ અનેક સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને અનેક ધર્મો અને સંસ્કૃતિનો સંગમ થાય છે અને હાની પહોંચવી જોઈએ નહી.

સુદર્શન ટીવીએ યુપીએસસીમાં મુસ્લીમોને કહેવાતી ઘૂસણખોરી દેશના ઉચ્ચ અધિકારી વર્ગમાં તેમનો પ્રભાવ વધ્યો છે તેવું દર્શાવતો ટીવી શો શરૂ કર્યો હતો જેના એક એપીસોડ બાદ જબરો વિવાદ સર્જાયો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈપણ સમુદાયને કલંકીત કરવાના પ્રયાસોને આકરી રીતે નિષ્ફળ બનાવવા જોઈએ. સર્વોચ્ચ અદાલતે એવું સુચન આપ્યુ કે અમો પાંચ વરિષ્ઠ નાગરિકોની એક સંયુક્ત સમીતી નિયુકત કરી છે જે ઈકોનોમીક મીડીયા માટે પ્રસારણના કેટલાક માપદંડો સાથે આવી શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમો કોઈ રાજકીય વિભાજનકારી ઈચ્છતા નથી અને આવી પ્રવૃતિ પણ ચલાવી લેવા માંગતા નથી. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડના નેતૃત્વની ખંડપીઠે સુદર્શન ટીવીને કહ્યું કે અમો તેમને એ મંજુરી આપશું નહી કે તમો એવું કહી શકો કે મુસ્લીમ સનદી સેવામાં ઘૂસણખોરી કરે છે. તમો વધુ કહી શકો નહી કે પત્રકારોને આ કહેવાની પુરી આઝાદી છે. આ તકે જસ્ટીસ જોસેફે કહ્યું કે ઈલેકટ્રોનીક મીડીયાની સાથે સમસ્યા ટીઆરપીની છે અને તેના માટે તે વધુ સનસનીપૂર્ણ ખબરો આપે છે અને તે તેમનો અધિકાર તરીકે ગણે છે.

જસ્ટીસ ચંદ્રચૂડે કહ્યું કે કેન્દ્રની ગાઈડલાઈન બાદ આ જ થીમ પર કાર્યક્રમના એપીસોડ પ્રસારીત કરાયા છે અને આમ એપીસોડ હજુ બાકી છે.જેમાં યુપીએસસીમાં આતંક અથવા જેહાદ એ મુસ્લીમો સામેની હેટસ્પીચ છે. જસ્ટીસ ચંદ્રચૂડે કહ્યું કે આ કાર્યક્રમ દેશમાં ધૃણાસ્પદ ભાષણનું કેન્દ્ર બની ગયું છે.
લોકો આજે અખબાર કરતા ટીવી વધુ જુએ છે અને સ્થાનિક ટીવીની મહત્વ વધી રહી છે. ટીવી મનોરંજન મૂલ્ય ધરાવે છે જે અખબાર બની શકે નહી પણ પ્રોગ્રામ કાંડમાં કહેવું જ છે કે કોઈ વિશેષ ધર્મ-જાતિને ટાર્ગેટ કરીને તેઓ આવા કાર્યક્રમ પ્રસારીત કરી શકો નહી.

જો કે સોલીસીટર જનરલ એ તેવું કહ્યું કે તમોએ એવા કાર્યક્રમોને પણ જોયા હશે જે આતંક પર પ્રકાશ પાડે છે.પ્રશ્ન એ છે કે અદાલત કઈ હદ સુધી આ નિયંત્રણ મુકી શકે છે. આ તકે જસ્ટીસ ચંદ્રચૂડે કહ્યું કે માધ્યમ બદલાય છે. ઈન્ટરનેટ એક વિસ્તૃત ક્ષેત્ર છે જે કોઈપણ કયાંયથી પણ માહિતી આપે છે પણ ઈલેકટ્રોનીક મીડીયા ભારતમાંથી પ્રસારીત થાય છે અને તેઓ એવું માનતા નહી કે અમે ઈન્ટરનેટને નિયંત્રીત નહી કરી શકીએ તેવો ઈલેકટ્રોનીક મીડીયાને પણ નિયંત્રીત નહી કરી શકીએ.


Related News

Loading...
Advertisement