પ્લાઝમા થેરાપીમાં પણ હવે આડઅસર જોવા મળી: આઈસીએમઆર દ્વારા પરિક્ષણ

16 September 2020 11:40 AM
India
  • પ્લાઝમા થેરાપીમાં પણ હવે આડઅસર જોવા મળી: આઈસીએમઆર દ્વારા પરિક્ષણ

કોરોના સંક્રમણ સામે વધુ એક ‘ઈલાજ’ સામે પ્રશ્ન

નવી દિલ્હી
કોરોના સામેના સંક્રમણમાં કોઈ સીધી મેડીસીન કે સારવાર પદ્ધતિ ઉપલબ્ધ નથી તેથી હવે એક પ્રયોગ રૂપે ‘પ્લાઝમા’ પદ્ધતિથી દર્દીના શરીરમાં સ્વસ્થ થયેલા દર્દીના એન્ટીબોડી લોહીમાં મુકવા જે માટે જે ‘પ્લાઝમા’ થેરાપીનો ઉપયોગ શરૂ થયો છે પણ તેની પણ કેટલીક આડઅસરો જોવામાં આવી રહી છે. ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચે ગઈકાલે જાહેર કર્યુ છે કે આ થેરાપી પણ સંપૂર્ણ સલામત નથી. ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ દ્વારા દેશમાં 14 રાજયોની 39 હોસ્પીટલના 464 દર્દીઓ જેઓ પર પ્લાઝમા થેરાપીનો પ્રયોગ થયો હતો

તેમાંથી કેટલાકના રેન્ડમ ધોરણે સેમ્પલીંગ કર્યુ છે અને તેમાં જાણવા મળ્યું છે કે પ્લાઝમા થેરાપી જેઓ અન્ય રોગોથી પીડાતા હોય તેવા દર્દીઓમાં પુરી રીતે અસરકારક નિવડતી નથી અથવા તો તેને મૃત્યુને અટકાવી શકતી નથી. આઈસીએમઆર દ્વારા જે અભ્યાસ થયો તેના તારણો માટે હવે નિષ્ણાંતોની કમીટી અભ્યાસ કરી રહી છે અને ટુંક સમયમાં જ આ અભ્યાસનો પૂર્ણ રીપોર્ટ જાહેર કરવામાં આવશે. દેશમાં કોરોનાના જે દર્દીઓ સ્વસ્થ થયા છે અને 60 વર્ષથી ઓછી ઉંમરના છે

તેઓના શરીરમાં સંક્રમણ બાદ પેદા થયેલા એન્ટીબોડી મેળવીને તે એન્ટીબોડી હાલ સારવારમાં રહેલા અન્ય દર્દીના લોહીમાં આટોપવામાં આવે તો તેનાથી જે તે દર્દી સંક્રમણનો મુકાબલો સારી રીતે કરી શકે છે અને તે મૃત્યુ કે તેવી ગંભીર સ્થિતિમાં જતો નથી તેવા તારણો બાદ પ્લાઝમા થેરાપીને વ્યાપક બનાવવામાં આવી હતી

અને પ્લાઝમા બેન્ક પણ શરૂ થઈ રહી હતી જયાં સ્વસ્થ થયેલા દર્દીઓ જેમ પ્લાઝમાનું ‘દાન’ કરે અને તે અન્ય દર્દીઓ માટે જીવતદાન બની શકે છે પણ હવે એક વખત રીપોર્ટ પૂર્ણ રીતે તૈયાર થયા બાદ પ્લાઝમા થેરાપી અંગે પૂર્ણ વિચારણા કરાશે. જો કે દર્દીને કોઈ આડઅસર થઈ છે તે હજુ જાહેર થયુ નથી. માનવામાં આવે છે તે પર્ણ રીપોર્ટમાં હશે.


Related News

Loading...
Advertisement